• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Full Swing Of Campaigning, BJP's 8 Veteran Star Campaigners Will Hold Public Meeting, Political Atmosphere Heated Up In Social Media

સુરત સત્તાનો સંગ્રામ LIVE:પ્રચાર પૂરજોશમાં, ભાજપના 8 દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે, સોશિયલ મીડિયામાં રાજકીય માહોલ ગરમાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરાછા વિસ્તારમાં પુરૂષોતમ રૂપાલા સભાને સંબોધન કરશે. - Divya Bhaskar
વરાછા વિસ્તારમાં પુરૂષોતમ રૂપાલા સભાને સંબોધન કરશે.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની 10 વિધાનસભા બેઠક પર ભાજપના 8 નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે. યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા, આસપાસ, ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે.બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.

રૂપાલા-માંડવિયા પાટીદારોના ગઢમાં
પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાને કારણે ખરાખરીનો જંગ ઉભો થયો છે. ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટશેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે.

નીતિન પટેલ ઉધનામાં
ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે.જ મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે.

કેજરીવાલ-ભગવંત માનનો રોડ-શો નું આયોજન
ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર માટે નેતાઓ અને સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી દિવસમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંભવત: રવિવારે રોડ શો યોજાય શકે છે. જો કે, હજુ સુધી કાર્યક્રમનું સ્થળ અને રો શોનો રૂટ નક્કી થયો નથી. રોડ-શોમાં 5થી 6 વિધાનસભા વિસ્તાર કવર કરવામાં આવશે.

પૂર્વમાં આપનું જાડું સાફ
પૂર્વ વિધાનસભાની ચૂંટણી પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાના નાટ્યત્મક રીતે ફોર્મ ખેંચવાના બીજા દિવસે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ રહસ્યમય રીતે ફોર્મ ખેંચી લેતા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ પૂર્વ વિધાનસભા બેઠક ગુમાવી દીધી છે. પૂર્વ વિધાનસભા બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ થશે. આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી આ બેઠક પર ચિત્ર સપષ્ટ થઇ ગયું છે. પૂર્વ બેઠક પર અપક્ષ સહિત કુલ 14 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. આપ પાર્ટીના ઉમેદવાર ખસી જતાં પૂર્વ વિધાનસભા વિસ્તારના ઇવીએમ મશીનમાં ઝાડૂનું બટન આવશે નહિં.

સોશિયલ મીડિયામાં માહોલ ગરમાયો
ચૂંટણીનો જંગ હવે સોશ્યલ મીડિયા પર વધુ ગરમાયો છે. ખાસ કરી ને ભાજપ અને આપ વચ્ચે ની વરાછા બેઠક અને વિવાદી બનેલી પૂર્વ બેઠકના ઉમેદવાર માટેના મેસેજો ફોરવર્ડ થઈ રહ્યાં છે. આ મેસેજોથી લોકોના માનસ સુધી પહોંચવા માટેના વિવિધ પાર્ટી દ્વારા પ્રયાસો પણ થઈ રહ્યાં છે પરંતુ લોકોને વધુ મનોરંજન મળી રહ્યું છે. આ સોશ્યલ મીડિયા વોર માં જુદા જુદા મેસેજો ફરતાં થયાં છે તે મુજબ જોઈએ તો સૌથી વધુ પાટિદારના ગઢ એવા વરાછા બેઠક માટે વધુ જોર થઈ રહ્યું હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...