તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:સુરત ક્લેક્ટર કચેરી સામે કામરેજ રહેતી પરિણીતાએ રસ્તા વચ્ચે બેસી જઈને સાસરિયાંને બેફામ ભાંડ્યાં

4 મહિનો પહેલા
રસ્તા પર બેસી જઈને મહિલાએ રાડારાડ કરી હોબાળો મચાવતાં તેને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. - Divya Bhaskar
રસ્તા પર બેસી જઈને મહિલાએ રાડારાડ કરી હોબાળો મચાવતાં તેને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી.
  • પતિ વિરુદ્ધ આક્ષેપ કરતી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવાઈ

સુરત ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર કામરેજ રહેતી પરિણીતાએ હોબાળો મચાવ્યો હોય છે. પરિણીતાએ સાસરિયાં સામે બેફામ આક્ષેપ કરતાં રસ્તા પર બેસી જાય છે. ટ્રાફિક હોવા છતાં મહિલા રસ્તા પર બેસી જતાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, મહિલા સતત રાડા રાડ કરીને પોલીસ અને સાસરિયાં તથા પતિ સામે બેફામ આક્ષેપ કરવાની સાથે મરી જવું છે તેવા લવારા કરતી હોય છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે. ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મહિલાને સાથે લઈ જઈને કામરેજ મૂકી આવવાની તજવીજ હાથ ધરી હોવાનું કહ્યું છે.

ટ્રાફિક ધરાવતા ક્લેક્ટર કચેરી સામેના રોડ પર મહિલાએ ધમાલ મચાવી હતી.
ટ્રાફિક ધરાવતા ક્લેક્ટર કચેરી સામેના રોડ પર મહિલાએ ધમાલ મચાવી હતી.

મહિલાએ જાહેરમાં લવારા કર્યા
મહિલાએ ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર બેસીને રસ્તા પર હાથ પછાડતા રાડા રાડ કરી મુકી હતી. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાએ મોટા અવાજથી કહ્યું કે, મારા પતિએ મારી અંગત પળોનો વિડિયો બનાવ્યો છે. બાદમાં લોકડાઉન દરમિયાન છોડીને જતો રહ્યો છે. હું અત્યારે રસ્તા પર રઝળવા મજબૂર થઈ ગઈ છું.

મહિલાએ કાગળ દર્શાવીને તેના પતિ અને સાસરિયાં સામે ગંભીર આરોપ કર્યા હતા.
મહિલાએ કાગળ દર્શાવીને તેના પતિ અને સાસરિયાં સામે ગંભીર આરોપ કર્યા હતા.

સાસરિયાના ત્રાસના આક્ષેપ
મહિલાએ સાસરિયાં પર ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. બધા જ કાગળ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી જેથી મારે મરી જવું. જો કે, ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા બાદ પણ મહિલાએ રાડા રાડ ચાલુ રાખી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ કર્મીઓએ કહ્યું કે, મહિલા માનસિક રીતે બિમાર નથી. હાલ તેને કામરેજ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો