તમાચાનો બદલો હત્યાથી લીધો:સુરતમાં મકાનમાલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકને ચપ્પુના 7 ઘા મારી મિત્રોની સામે જ પતાવી દેવાયો

સુરત7 મહિનો પહેલા
  • હત્યા કરનાર બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો

સુરતના પાંડેસરામાં મકાનમાલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનારને રાત્રે ચપ્પુના 7 ઘા મારી પતાવી દેવાયો હતો. બપોરે એક તમાચો ખાધા બાદ હત્યારાએ કહ્યું હતું કે રાત્રે તું રહીશ કે હું, ને ઓટલા પર બેસેલા સાલુને મિત્રોની સામે જ ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મૃતક યુવક એકલો જ રહેતો હતો
શિવ બાલક વર્મા (વતનવાસી)એ જણાવ્યું હતું કે સાલુ બલડી વર્મા (ઉં.વ. 22) રહેવાસી યુપીનો વતની હતો. માતા-પિતા અને 2 ભાઈ વતનમાં રહે છે. સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો. પાંડેસરા જગન્નાથનગરમાં એકલો જ રહેતો હતો.

હત્યા કરવાની ધમકી આપી હતી
તેણે વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાનમાલિકની પત્નીની છેડતી કરી હતી. એને લઈ સાલુએ ઠપકો આપી તમાચો માર્યો હતો. ત્યારે જ સોમનાથે ધમકી આપી હતી કે રાત્રે તું રહીશ કે હું. બસ, ત્યાર બાદ રાત્રે ભોજન કરી ઓટલા પર બેસેલા સાલુ ઉપર હુમલો કરી પતાવી દેવાયો હતો. સાલુને 7થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. સોમનાથ બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો. હત્યા બાદ સોમનાથ ભાગી ગયો હતો.

રૂમમાલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ.
રૂમમાલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ.

છેડતીની બબાલમાં યુવકની હત્યા થઈ
તેણે વધુમાં જણાવ્યું હતું કે હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું છે. રૂમમાલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા થઈ છે. પોલીસે સોમનાથને પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાલુની હત્યાની ખબર સાંભળતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.