શ્રાવણમાં સપાટો:સુરતના અલગ અલગ ચાર વિસ્તારમાં પોલીસે રડે કરી 34 જુગારીઓ 4.25 લાખની રોકડ સાથે ઝડપ્યા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને ગંજી પતા પર રમાતો જુગાર ઝડપી લીધો હતો.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને ગંજી પતા પર રમાતો જુગાર ઝડપી લીધો હતો.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પકડાયેલા જુગારીઓ પાસેથી રોકડ સહિત મોબાઈલ અને મુદ્દામાલ કબ્જે કરાયા

કાપોદ્રા, ડીંડોલી, સલાબતપુરા,અને ઉમરામાં શ્રાવણનો જુગાર રમતા 34 જણાને પોલીસે 4.25 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. રત્નકલાકારો જુગાર રમતા ઝડપાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, દિનબંધુ સોસાયટી માં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. જેમાં 9 જણા ટોકડ અને મોબાઈલ મળી રૂપિયા 66120 ના મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા. પકડાયેલા મોટાભાગના રત્નકલાકાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ પાડી હતી
બીજી રેડ ખોડીયાળ નગરમા પાડવામાં આવી હતી. જયાંથી 8 જણા રોકડ અને મોબાઈલ સાથે મળી 1,36,000 થી ના મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા.ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે રવિવારના રોજ રજાની મજામાં મહાદેવ નગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં જણા 66340 ના મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા. ઝડપાયેલા તમામ શ્રમજીવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, માન દરવાજા હડપતિવાસ જુગાર રમતા 7 જણા રોકડ રૂપિયા 17890 સાથે ઝડપાયા ગયા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબ ની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરામાંથી 1.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, અથવા લાયન્સ પાંજરાપોળ સંકુલમાં જુગાર રમતા હોવાની બાતમી બાદ પોલોસે સર્ચ કરતા 3 જણા પકડાય ગયા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ અને ફોર વહીલ ગાડીઓ મળી કુલ્લે રૂપિયા 133,750 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન બદલ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

કાપોદ્રામાંથી પકડાયેલા જુગારીઓ
(1) મેહુલભાઇ રમેશભાઇ મહાજન ઉ.વ.૨૫ ધંધો. હીરા મજુરી રહે. ૩૧, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(2) જયેશભાઇ રમેશભાઇ મહાજન ઉ.વ.૨૩ ધંધો. હીરા મજુરી રહે. ૩૧, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(3) દીનેશભાઇ મોતીરામભાઇ મહાજન ઉ.વ.૪૫ ધંધો. મજુરી રહે. ૩૧, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(4) શૈલેષભાઇ લીંબાભાઇ કોળી ધંધો. હીરા મજુરી રહે. ૨૨, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(5) કિરણભાઇ કાશીનાથ બડગુર્જર ઉ.વ.૨૩ ધંધો.હીરા મજુરી રહે.૧૭, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(6) તારાચંદ બંસીલાલ સોનવણે ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે.૨૨, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(7) રાકેશભાઇ હરીદાસભાઇ પોટ્ટબતીની ઉ.વ.૩૦ ધંધો. હીરા મજુરી રહે. ૪૦, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,
(8) મનોજભાઇ ધનરાજભાઇ દેઢે ઉ.વ.૨૨ ધંધો. હીરા મજુરી રહે. ૪૧૦, ઇન્દીરાનગર સોસાયટી, કાપોદ્રા સુરત
(9)દિપકભાઇ કાશીનાથ બડગુર્જર ઉ.વ.૨૭ ધંધો.હીરા મજુરી રહે.૧૭, દીનબંધુ સોસાયટી, એ.કે.રોડ, કાપોદ્રા,

પુણામાંથી પકડાયેલા જુગારીઓ
(1) મેહુલભાઇ રમેશભાઇ સાવલીયા ઉ.વ.૨૯ ધંધો.હીરા મજુરી રહેવાસી. ૨૭૭ યોગેશ્વર સોસા. નાના વરાછા સુરત.
(2) મહેન્દ્રભાઇ નનુભાઇ ધોરાજીયા ઉ.વ.૩૫ રહે. મ.નં. ૮૭ બાલક્રુષ્ણ સોસાયટી કારગીલ ચોક પાસે પુણાગામ સુરત.
(3) ભાવેશભાઇ કનુભાઇ વસોયા ઉ.વ.૪૧ રહે. ૫૯ અર્જુનનગર સોસાયટી પુણાગામ સુરત.
(4) મહેશભાઇ મનુભાઇ પાનસેરીયા ઉ.વ.૩૬ રહે. ૫૦૪ રોયલ ટાઉનશીપ શ્યામધામ મંદીર પાસે સરથાણા સુરત.
(5) અશોકભાઇ ધીરુભાઇ શેલડીયા ઉ.વ.૨૬ રહે. ૩૯ અંકુર સોસાયટી મીની બજાર પાસે વરાછા સુરત.
(6) અશ્વિનભાઇ ડાહ્યાભાઇ શેરા ઉ.વ.૪૫ રહે. બી-૧૭ લક્ષ્મીનારાયણ સોસાયટી એ.કે. રોડ કાપોદ્રા સુરત.
(7) ચંદુભાઇ બચુભાઇ ગોહેલ ઉ.વ.૫૨ રહે. ગામ.કેરાળી તા.જેતપુર જી.રાજકોટ
(8) ભુપતભાઇ કાળુભાઇ માલવીયા ઉ.વ.૩૨ રહે.

ડીંડોલીમાંથી ઝડપાયેલા જુગારી
(1) રાહુલ ગોકુળભાઇ મોરે ઉ.વ.૨૭ રહે-પ્લોટનં. ૧૬ મહાદેવનગર-૧ ડીંડોલી
(2) શાંતીલાલ ઉર્ફે ગણેશ બંશીલાલ દેવરે ઉ.વ.૨૬ રહે-પ્લોટનં. ૨૧ મહાદેવનગર
(3) પ્રવિણ વસંતભાઇ ખલસે ઉ.વ.૧૯ રહે-પ્લોટનં. ૮૮ મહાદેવનગર-૧ ડીંડોલી
(4) ધનરાજ શિવાજી પાટીલ ઉ.વ.૨૧ રહે-પ્લોટનં. ૨૨ મહાદેવનગર-૨ ડીંડોલી
(5) રાહુલ રતનભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ રહે-પ્લોટનં. ૨૩ર મહાદેવનગર-૧ ડીંડોલી
(6) સોપાન મુરલીધર પાટીલ ઉ.વ.૪ર રહે-પ્લોટનં. ૨૯ મહાદેવનગર-ર ડીંડોલી
(7) ગણેશ ભાઇદાસ પારધી ઉ.વ.૧૯ રહે-પ્લોટનં. ૨૯૨ મહાદેવનગર-૨ ડીંડોલી

સલાબતપુરામાંથી ઝડપાયેલા જુગારીઓ
(1) દિપક રતીલાલ મસાલાવાલા ઉ.વ-૩૫ રહે,૬૨૪,હળપતિ કોલોની માનદરવાજા સલાબતપુરા
(2) મનીશ મહેશભાઇ રાણા ઉ.વ-૩૩ રહે, ૧૧,જાગનાથ સોસાયટી ખટોદરા કોલોની પાસે સલાબતપુરા
(3) રાહુલ નરેશભાઇ રાણા ઉ.વ-૨૪ રહે,૬૦,પુષ્પાનગર સોસાયટી ભાઠેના ઉધના સુરત
(4) નવીન મોતીરામ ગામીત ઉ.વ-૩૨ રહે. ૧૪/બી/૧૬,હળપતિ કોલોની માનદરવાજા સલાબતપુરા
(5) સાગર રમેશભાઇ રાંદેરી ઉ.વ-૩૨ રહે, ૧૦૫,પટેલ કોલોની ઉધના ત્રણ રસ્તા પાસે ઉંધના સુરત
(6) કિરીટ દિપક રાઠોડ ઉ.વ-૨૪ રહે, ૬ર૭,હળપતિ કોલોની માનદરવાજા સલાબતપુરા
(7) યુસુફ ઉસ્માન શેખ ઉ.વ-૩૩ રહે-૨૬,હળપતિ કોલોની

ઉમરામાંથી ઝડપાયેલા જુગારીઓ
(1) રાજારામ બલીરામ મોરે ઉ.વ/પ૨ ધંધો નોકરી રહે.-૧૨૧,ત્રીલોક સોસાયટી અખંડ આનંદ કોલેજની સામે વેડ રોડ સુરત
(2) દીપક ધીરજભાઇ પટેલ ઉ.વ/૩૫ ધંધો ઝેરોક્ષ રહે.-૭/૪૧૨૬,દીલ્લીગેટ ગલેમંડી રોડ મહીધરપુરા
(3) સંતોષકુમાર અમીરકા શા ઉં.વાર૯ ધંધો પ્રા.નોકરી રહે.-મસ્કતી હોસ્પીટલ પાસે આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં મહીધરપુરા