તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ઉડાન-4માં સુરત-દિવની ફ્લાઇટ ટ્રુજેટ નહીં, પણ વેન્ચુરા ઉડાવશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રુજેટે કહ્યું કે એરક્રાફ્ટ ઓછાં હોવાથી ફ્લાઈટ નહીં ઉડાવી શકીશું

ઉડાન-4 યોજના હેઠળની સુરતથી દિવ અને દિવથી સુરતની ફ્લાઈટ હૈદરાબાદની ટ્રુજેટ એરલાઇન્સ નહીં, પરંતુ સુરતની વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સ ઓપરેટ કરનારી છે. ઉડ્ડયન મંત્રાલયે ઉડાનની ચોથી યોજનાના 78 હવાઇ માર્ગોને મંજૂરી આપી હતી.

સુરતથી દિવ અને દિવથી સુરતનો હવાઇ માર્ગ પર ફ્લાઈટ ઓપરેટ કરવા માટે ટ્રુજેટ અને વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સે બિડ ભર્યા હતા. દરમિયાન બિડ ખૂલ્યા બાદ મંત્રાલયે આ હવાઇ માર્ગ ટ્રુજેટ એરલાઇન્સને આપ્યો હતો.

ફ્લાઈટ દોઢ મહિનામાં શરૂ થશે, ભાડું રૂ. 2 હજાર
વેન્ચુરા એર કનેક્ટ દિવ-સુરત વચ્ચે નાનું એરક્રાફ્ટ ઉડાવનારી છે અને તે નવ સીટનું જ છે. ઉડાન યોજના હેઠળ ભાડું રૂ. 2 હજાર હશે. ફ્લાઈટ સવારના સુરતથી દિવ જશે અને સાંજે દિવથી સુરત આવશે. બાદ સુરત દિવ વચ્ચેનું 678 કિલોમીટરનું અંતર હવે 12 કલાક 30 મિનિટ નહીં પણ એક કલાકમાં પૂર્ણ થઈ જશે.

વડોદરા-દિવની પણ નાઈન સિટર ફ્લાઈટ ઉડાવશે
વેન્ચુરા એર કનેક્ટે સુરતથી દિવ અને દિવથી સુરતની સાથે વડોદરાથી દિવ અને દિવથી વડોદરાની પણ ફ્લાઈટ ઓપરેટ કરનારી છે. આ નવ સીટરનું એરક્રાફ્ટ હશે

કાગળ પર કાર્યવાહી પૂર્ણ થતાં જ ફ્લાઈટ શરૂ કરીશું
​​​​​​​ મંત્રાલયે ઉડાન-4 યોજના હેઠળ દિવ-સુરતની મંજૂરી આપી છે. કાગળ પર કાર્યવાહી મહિનામાં પૂર્ણ થતા ફ્લાઈટ શરૂ કરીશું. > મયંક મહેતા, સીએફઓ, વેન્ચુરા એર કનેક્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો