દરોડા:ડુંભાલમાં બ્રાન્ડેડના નામે સાદા પાણીનો વેપલો કરનાર ઝડપાયો. કોપી રાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વોટર ફેક્ટરી ઉપર પોલીસના દરોડા

બ્રાન્ડેડ કંપનીના નામે સાદુ પાણી બોટલમાં પેક કરીને ઊંચા ભાવે વેચાણ કરનાર ડુંભાલની સ્વીટ વોટરની ફેક્ટરી પર પોલીસે દરોડા પાડીને સ્વીટ વોટર કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈની એનર્જી બેવરેજીસ પ્રા.લિ.કંપની ક્લીયર નામથી પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર વેચે છે.કંપનીએ તેનું કોપી રાઈટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કંપનીના ધ્યાન પર આવ્યું હતું કે લિંબાયતમાં ડુંભાલમાં અવધૂતધામ સોસાયટી ખાતે સ્વીટ વોટર નામની કંપની દ્વારા ક્લીયર નામનું નકલ કરીને તેમના પાણીને ક્લીયર નામ આપીને ક્લીયર પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર નામથી પાણી વેચીને એનર્જી બેવરેજીસ કંપનીના હિતોને નુકસાન પહોંચાડતા હતા.

તેથી કંપનીના લીગલ મેનેજર અનુપ કોલપ(રહે. જોગેશ્વરી,મુંબઈ)એ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સ્વીટ વોટર કંપનીની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્વીટ વોટર કંપનીના માલિક સુનિલ જયેશ મિયાણી(ત્રિકમનગર, વરાછા) વિરુદ્ધ લિંબાયત પોલીસે કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...