ડિંડોલીમાં આંગડિયા પેઢીના કર્મચારીને બાઇક પર આંતરી 2 લૂંટારુઓએ બંદૂકની અણીએ 33.50 લાખની રોકડની બેગ લૂંટી ગયા હતા. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચે ટીપ આપનાર સહિત બે લૂંટારૂઓને પકડી પાડયા છે. લૂંટારૂઓ મૂળ હરિયાણા હિસારના વતની છે. લૂંટારૂઓ લૂંટ કરવા માટે ઈનોવા ગાડીમાં હરિયાણાથી આવ્યા હતા. આ ગાડી પોલીસે કબજે કરી છે.
પકડાયેલામાં એકનું નામ સુરેશ રામદાસ ગૌડ અને બીજાનું મોહિત રાધેશ્યામ ભીલ છે. કર્મચારીની ટીપ આપવામાં આવી હતી. જેના આધારે લૂંટની ઘટનાને હરિયાણાથી આવેલા બે બદમાશોએ અંજામ આપ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે 25.50 લાખની રોકડની લૂંટ થઈ હતી. જો કે જે તે વખતે કર્મચારીએ 33.50 લાખની લૂંટ થઈ હોવાની વાત કરી હતી. કર્મચારીને રૂપિયા કેટલા હતા તેની ચોક્કસ ખબર ન હોવાથી તેણે 33.50 લાખ લખાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.