કાર્યવાહી:ડિંડોલીમાં પતિએ પત્ની પર તલવારથી હુમલો કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથમાં ઈજા થઈ, સંબંધી સાથે વાત કરતા પતિએ પત્ની પર શંકા કરી હુમલો કર્યો હતો

લગ્નના 21 વર્ષ બાદ પતિએ પત્ની પર શંકા કરીને તેને મારઝુડ કરી હતી. પત્નીએ વિરોધ કરતા પતિએ દારૂ પીને આવીને પત્ની પર તલવારથી હુમલો કર્યો હતો. પત્નીને હાથ વચ્ચે કરતા ઈજા થઈ હતી. પત્ની જીવ બચાવવા રૂમમાં સંતાઈ ગઈ હતી. દિકરાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુરેન્દ્રનગરની રોશનીબા(નામ બદલ્યું છે) હાલમાં પરિવાર સાથે ડિંડોલીના દેલાડવામાં રહે છે. પરિવારમાં પતિ ઉપરાંત 2 દિકરા છે. તેમના લગ્ન 2000માં થયા હતા. લગ્નના થોડા મહિના બાદથી નાની-નાની વાતે ઝઘડો કરીને પતિ મારઝુડ કરતો હતો.

પતિને જુગાર રમવાની અને દારૂ પીવાની ટેવ છે. 2 દિવસ પહેલા રોશનીબા એક સંબંધી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે કોની સાથે વાત કરે છે એવું કહીને શંકા કરીને માર માર્યો હતો. પોતાના રૂમમાંથી તલવાર લાવીને રોશનીબા પર પ્રહાર કર્યો હતો.

રોશનીબાએ હાથ આગળ કરતા તલવાર હાથને વાતી હતી. હાથને ઇજા થતા રોશનીબા ગભરાઈને પોતાના રૂમમાં જતી રહી હતી. તેમનો મોટો દીકરો બચાવવા વચ્ચે પડતા તેને ધક્કો મારીને નીચે પાડી નાખ્યો હતો. દિકરાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા પતિ ભાગી ગયો હતો. રોશનીબાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...