તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Dindoli, Surat, In One sided Love Threatened A 21 year old Girl For Marriage, Teasing A 12 year old Girl Who Went To The Bathroom In Sachin.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના ડિંડોલીમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીને લગ્ન માટે ધમકી આપી, સચીનમાં બાથરૂમ ગયેલી 12 વર્ષની બાળકી સાથે છેડતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન અને ડિંડોલી વિસ્તારમાં નોંધાયેલા બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સચિન અને ડિંડોલી વિસ્તારમાં નોંધાયેલા બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે. (ફાઈલ તસવીર)
  • પડોશમાં રહેતી સમાજની 21 વર્ષીય યુવતીને ધમકી આપી યુવકે તમાચો મારી દીધો હતો
  • 12 વર્ષની બાળકીએ બૂમાબૂમ કરતા માર મારી કોઈને કહેશો મારી નાખવાની ધમકી આપેલી

સુરતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે છેડતી અને ધમકી સહિત દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે. ડિંડોલી ખરવાસા રોડ વિસ્તારમાં રહેતી યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા તેના જ સમાજના પડોશી યુવકે તેની સાથે લગ્ન નહી કરશે તો સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી તમાચો માર્યો હતો.આ અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો સચીન સ્લમ બોર્ડ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પેશાબ કરવા ગયેલી 12 વર્ષીય કિશોરીની છેડતી કરવામાં આવી હતી. કિશોરીએ બુમાબુમ કરતા નરાધમે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન ન કરે તો બદનામીની ધમકી અપાયેલી
ડિંડોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખરવાસા રોડ ઓમનગર મહેસાણનગર -૨માં રહેતા મૂળ મહેસાણાના ઉંઝાના મકતુપુર ગામના પલકકુમાર મહેન્દ્ર પટેલ (ઉ.વ.23)એ ગત તા ૨ ફેબ્રુઆરીના બપોરના દોઢ વાગ્યાથી 4 ફેબ્રુઆરીના બપોરના સાડા ત્રણ વાગ્યાના આરસામાં તેના જ વિસ્તારમાં રહેતી તેના સમાજની 21 વર્ષીય યુવતીના ઘરે ગયો હતો અને યુવતીને તેની સાથે લગ્ન નહી કરે તો સમાજમાં બદનામ કરી નાંખીશ કહી ઝઘડો કર્યો હતો, તેમજ લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસે યુવતીની ફરિયાદ લઈ પલકકુમાર સામે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે.

સચીનમાં બાળકની છેડતી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સચીન સ્લમ બોર્ડ ખેતલા આપા ટી સ્ટોલની પાછળ રહેતા દિપકકુમાર બિંદેસરીસિંગ ભુઈયાર (ઉ.વ.35)એ ગઈકાલે બપોર બારેક વાગ્યે ખુલ્લા પ્લોટમાં બાથરૂમ કરવા માટે ગયેલી 12 વર્ષીય કિશોરીની છેડતી કરી હતી. કિશોરીએ બુમાબુમ કરતા તેને માર માર્યો હતો અને બુમાબુમ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો