સંબંધોની ગરિમા લજવાઈ:સુરતના ડિંડોલીમાં સગી ભત્રીજી પર મોટા પપ્પાએ નજર બગાડી, છાતીના ભાગે અડપલા કરતા કિશોરી ડઘાઈ ગઈ

સુરત2 મહિનો પહેલા
પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

સુરતના ડિંડોલી વિસ્તારમાં સંબંધોની ગરિમા લજવાય તેવી ઘટના સામે આવી છે. કિશોર વયની યુવતી સાથે તેના જ મોટા પપ્પાએ છાતીના ભાગે સ્પર્શ કરી અડપલા કર્યા હતા. જેના કારણે કિશોરી ડઘાઈ ગઈ હતી. બાદમાં કિશોરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિશોરીની માતા દૂધ લેવા ગઈ હતી
કિશોરીના પિતા બહાર ક્યાંક ગયા હતા. ઘરે કિશોરીની માતા તથા બંને બાળકો ઘરે હતા. તે વખતે રાત્રિના સવા નવેક વાગ્યાના સુમારે કિશોરીની માતા બંને બાળકોને હું દૂધ લઇને આવું છું તેમ કહીને તેમની સોસાયટીના નાકે આવેલી દુકાન ઉપર દૂધ લેવા ગયા હતા. દૂધ લઇને ઘરે પરત આવ્યા ત્યારે તેમનો સગો જેઠ સગીર વયની પોતાની દીકરી સાથે અડપલા કરતો હોવાનું તેણે જોયું હતું.

ઘરના દાદર પર છેડતી કરી
મકાનના દાદર ઉપર કિશોરીના મમ્મીનો જેઠ સંતોષ જગતરાવ સિરૂડ રહે. ઘર નં-153, ગ્રાઉન્ડ ફ્લોર, સરસ્વતીનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટીની બાજુમાં, ચિંતાચોક, નવાગામ, સુરતનાએ છોકરી ઉ.વ. 17 વર્ષ 1 માસને તેના રૂમની ખુલ્લી બારીમાંથી બંને હાથ નાખી છોકરી નેહાની છાતી પકડી પોતાની તરફ ખેંચવા લાગતા તે વખતે જ કિશોરીની માતા અને તેમની જેઠાણી બંને જાણા જોઈ ગયા હતા.

આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
છોકરી ગભરાઈ ગયેલી હાલતમાં રડતી હતી અને માતા તથા તેની જેઠાણી છોકરીને છોડાવતા હતા પરંતુ તે છોકરીને છોડતો ન હતો. તે વખતે કિશોરીના પિતા પણ આવી જતા સંતોષને ધક્કો મારી છોકરીને છોડાવી હતી. બાદમાં પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...