તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સુરતના ડિંડોલીમાં પુત્રના ઓપરેશન કરાવવા માટે પૈસા નહીં મળતા પ્રૌઢે ફાંસો ખાધો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આધેડ આપઘાત કરી લેતા પોલીસે તપાસ આદરી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
આધેડ આપઘાત કરી લેતા પોલીસે તપાસ આદરી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • દીકરાના પથરીના ઓપરેશન માટે રૂપિયા ભેગા થયા નહોતા

શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા પ્રૌઢ વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. પૌઢના પુત્રને પથરીનો દુઃખાવો થતો હોવાથી ઓપરેશન કરાવવાનું હતું. પરંતુ તેના રૂપિયા એકઠા ન થતાં તેના દુઃખમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

ફાંસો ખાધો
ડિંડોલી રોડ પર આવેલા ભેસ્તાનના આવાસમાં રહેતા 55 વર્ષીય દીપકભાઈ તુલસીરામ ચોપડા પરિવાર સાથે રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. પરંતુ દીકરાની બિમારીમાં પોતે કંઈ ન કરી શક્યા હોવાનું મનમાં લાગી આવતાં શુક્રવારે સવારે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસે તપાસ આદરી
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે દીપકભાઈના એક પુત્રને પથરીનું ઓપરેશન કરાવવાનું હતું અને તે ઓપરેશન કરાવવા માટે ઘરમાં પૈસા ના હોવાથી તે સતત માનસિક તાણ અનુભવતા હતા. જેના લીધે આ પગલું ભર્યું હતું તે છૂટક કામ સાથે સંકળાયેલા હતા. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો