• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Dindoli, Surat, A Crowd Of People Turned On A Truck Carrying A Home Guard Jawan, The Condition Of The Jawan Is Serious.

અકસ્માત:સુરતના ડિંડોલીમાં ટેન્કરે હોમગાર્ડના જવાનને અડફેટે લેતા લોકોના ટોળા વળ્યા, જવાનની હાલત ગંભીર

સુરત23 દિવસ પહેલા
ટેન્કર દ્વારા અડફેટે લીધા બાદ હોમગાર્ડ જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
  • મિલેનિયમ પ્લાઝા પાસે સર્જાયેલા અકસ્માત બાદ યુવકને સ્મીમેર ખસેડાયો

સુરતના ડિંડોલી પોલીસ સ્ટે હદ વિસ્તારમાં એક ટેન્કર ચાલકે સુરત હોમગાર્ડના જવાનને લીધો અડફેડે લીધો હતો. અક્સ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.જવાનને સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં જવાનની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું હતું. ડિંડોલી મિલેનિયમ પ્લાઝા નજીક જાહેર રોડ પર બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.

108માં જવાનને હોસ્પિટલ લઈ જવાયો
અકસ્માત બાદ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં રહેલા હોમગાર્ડ જવાનને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની બાબા મેમોરિયલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

અકસ્માત બાદ લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
અકસ્માત બાદ લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

ટ્રક ચાલક ફરાર
પોલીસે જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાન ડિંડોલીનો રહેવાસી હોવાનો સામે આવ્યું છે. હાલ હોમગાર્ડ જવાન ની હાલત ગંભીર હોવાના કારણે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ બાદ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ ફરાર ટેન્કર ચાલકની શોધખોળ ચાલી રહી છે.