તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો કારોબાર:સુરતના ડીંડોલીમાં રસોડામાં ભોંયરૂ બનાવી છુપાવેલો 1067 બોટલ દારૂ પકડાયો

સુરત2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રૂમમાંથી મળેલા લાઇટ બિલ આધારે એકને વોન્ટેડ જાહેર કર્યો

સુરત શહેરના ડીંડોલીમાં આવેલા ગણેશ નગરમાં એક ઘરના રસોડામાં જમીનની અંદર ભોંયરૂ બનાવી છુપાવેલો વિદેશી બનાવટનો 1067 બોટલ 98 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો બિનવારસી હોવાથી પોલીસે રૂમમાંથી મળી આવેલા લાઇટ બિલના આધારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ટાઇલ્સનો ટુકડો ઉંચકતા ભોંયરૂ મળી આવ્યું
શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે ડીંડોલી મણીનગર પાછળ શાકભાજી માર્કેટ નજીક ગણેશ નગર રૂમ નં. 12માં દારૂ છુપાવેલો છે. જેને પગલે ડીંડોલી પોલીસે ગણેશ નગરના રૂમ નં. 12 માં દરોડા પાડ્યા હતા. રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશી સર્ચ કર્યુ હતું. જે અંતર્ગત રસોડાના પ્લેટફોર્મ પર રણધીરકુમાર સહદેવ પાઠક (રહે. 12, ગણેશનગર, મણીનગર નજીક, ડીંડોલી) ના નામ વાળું લાઇટ બિલ મળી આવ્યું હતું. ઉપરાંત રૂમમાં એક ટાઇલ્સનો ટુકડો પડેલો હતો. આ ટુકડો ઉંચકતા જમીનમાં નાનકડું એક ભોંયરૂ મળી આવ્યું હતું.

ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લીધો
ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની 1067 નંગ બોટલ કિંમત 98 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લઇ રણધીરકુમાર પાઠક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો