તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિંડોલી વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં બાબા મેમોરીયલ હોસ્પિટલ પાછળ આવેલા મકાનમાંથી ચોરી થઈ હતી. યુવતી પલંગ પર સૂતી હતી એ દરમિયાન રાત્રિના 12 વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કોઈએ પલંગ નીચે મુકેલી પેટીમાંથી માત્ર દાગીનાની ચોરી કરી હતી. જેથી આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જાણભેદુની આશંકા
ડિંડોલી પોલીસ મથકે નોંધાયેલી અનુરાધા અનંત રવિ દુબેની ફરિયાદમાં રાત્રિના સમયે પલંગ નીચે રાખેલી પેટીમાંથી સોનાના દાગીની ચોરી કરી હતી. જેમાં બે ગ્રામનો સોનાનો ટીકો, સોનાની સલાઈ એક ગ્રામ, બે ગ્રામની વિટી 01, એક જોડી કોનની બુટી 10 ગ્રામ, નાકની નથડી ચાર ગ્રામ, સોનાનું પેંડલ એક્ ગ્રામ તતા 550 ગ્રામ ચાંદીની પાયલ ત્રણ જોડી, હાથમાં પહેરવાની ચાંદીની મહેંદી 10 ગ્રામ તથા 15 હજાર રોકડા કુલ મળી 90 હજારની ચોરી થઈ હતી. ચોરી અંગે અનુરાધાના પિતા રાજેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, ઘરમાં અન્ય કોઈ વસ્તુને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. ઘરમાં કોઈ બેડ પર સૂતું હોય અને નીચેથી ચોરી થાય તેમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
જમાઈ લોકડાઉનમાં યુપી ફસાયો
દીકરીના ઘરે થયેલી ચોરી અંગે રાજેન્દ્ર રામલખન તિવારીએ જણાવ્યું હતું કે, જમાઈ લોકડાઉનમાં યુપી ફસાઈ ગયા હોવાથી દીકરીને તેઓ પિયર લઈ આવ્યાં હતાં. બાદમાં ચોરી થાયની જાણ થઈ હતી. જેથી તેઓ દીકરીના ઘરે ગયા તો સમગ્ર ચોરી અંગે જાણ થઈ હતી. બાદમાં અમે પોલીસ ફરિયાદ આપી છે. જેમાં પોલીસે પણ જાણભેદુએ ચોરી કરી હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.