ક્રાઇમ:ડિંડોલીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના ભાઈની હત્યા કરી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પત્નીને મળવા પ્રેમીના ઘરે ગયા બાદ પ્રેમીની પ્રેમિકાના દીયર સાથે બોલાચાલી થઈ હતી

ડિંડોલીના સણિયા વિસ્તારમાં પ્રેમી સાથે રહેતી પત્નીને મળવા પતિગયો હતો. ત્યારે પત્નીના પ્રેમી આવતા યુવક ત્યાથી ભાગ્યો હતો. પ્રેમીએ પ્રેમિકાના પતિના ભાઈની હત્યા કરી હતી. ઉપરોક્ત ઘટના અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, શહેરને છેવાડે આવેલા સણિયા ગામ વિસ્તારમાં સાગર રાઠોડ પરિવાર સાથે રહે છે. સાગરને નાનો ભાઈ અજય છે.

આ જ વિસ્તારમાં સાગરની ફોઈનો દીકરો અમિત રાઠોડ પણ રહે છે. સાગરની પત્ની છેલ્લા ઘણા સમયથી અમિતની સાથે રહે છે. શુક્રવારે સાગર તેની પત્નીને મળવા માટે અમિતના ઘરે ગયો હતો. ત્યારે અમિત આવી જતા સાગર ત્યાંથી એકાએક ભાગી ગયો હતો. બીજીતરફ અમિત સાગરને શોધવા માટે સાગરના નાના ભાઈ અજયના ઘરે ગયો હતો. જો કે, ત્યાં સાગર મળ્યો ન હતો. આ દરમિયાન અજય અને અમિત વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો. જેમાં મામલો વણસી જતાં અમિતે હોકી સ્ટિકથી અજયને માથામાં ચાર ફટકા મારી દેતાં અજયનું માથું ફાટી ગયું હતું.

આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં અજય બેભાન પણ થઈ ગયો હતો. બાદમાં તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, તેના માથામાં ફેક્ચર થવા ઉપરાંત બ્રેઇન હેમરેજ પણ થઈ ગયું હતું. આખરે સારવાર દરમિયાન અજયનું મોત નીપજ્યું હતું. અજયની માતા લતાબેને આરોપી અમિત વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...