સુનાવણી:હીરા મેનેજર આપઘાત કેસમાં કોર્ટે મહિધરપુરા PI પાસે CCTV માગ્યા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસ આપનાર કોન્સ્ટેબલ પરબત આહિર હજી ફરાર
  • કારખાનેદારની આગોતરા અરજી પર ફરિયાદ પક્ષનો વિરોધ

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હીરા કારખાનેદારના મેનેજરને માર મારવાના બનાવ બાદ મેનેજરે સીંગણપોરની હદમાં આવેલા ઘરમાં આપઘાત કરી લેવાના બનાવમાં કારખાનેદારે કરેલી આગોતરા અરજી પર આજે સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે એફિડેવિટ રજૂ કરીને આગોતરાનો વિરોધ કર્યો હતો. જ્યારે ફરિયાદમાં નામ હોવા છતાં આજે કોન્સ્ટેબલ ગોહિલે આગોતરા કરી હતી જેની સુનાવણી પણ શનિવારના રોજ થનાર છે.

દરમિયાન કોર્ટે, મહિધરપુરા પીઆઇ પાસે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા છે કે નહીં તેનો રિપોર્ટ માંગ્યો છે, જો ન હોય તો એફિડેવિટ મારફત જાણ કરવા કહ્યુ છે. ફરિયાદમાં પરબત આહિર નામના કોન્સ્ટેબલનું પણ નામ છે જે ફરિયાદ બાદ ગાયબ છે.

કેસની વિગત મુજબ મહિધરપુરા ખાતે નંદુડોશીની વાડીમા આવેલા આરોપી વિપુલ મોરડીયાના કારખાનામાં કામ કરતા મૂકેશ મગન પર ચોરીનો ખોટો આક્ષેપ લગાવ્યો હતો. જે અંગેની અરજી પોલીસ મથકમા કરાતા કોન્સ્ટેબલ પરબત આહિરે મૂકેશને માર માર્યો હતો અને હીરાના બદલે રૂપિયા 3.50 લાખ આપવા કહ્યુ હતુ. કોન્સ્ટેબલ આહિરના ત્રાસના લીધે મૂકેશે ઘરે જઇ અનાજમાં નાંખવાની દવા પી આપઘાત કરી લીધો હતો.

બે આગોતરા પર આજે સુનાવણી
આજે કોર્ટમાં આરોપી વિપુલે આગોતરા કરી હતી જ્યારે અન્ય એક કોન્સ્ટેબલ ગોહિલ દ્વારા કરવામાં આવેલી આગોતરા પર પણ શનિવારના રોજ સુનાવણી થનાર છે. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...