તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસથી ચાલતા ત્રીજા તબક્કાના લોકડાઉનમાં શ્રમિકોની ધીરજનો અંત આવી ચુક્યો છે. એક રોડ પર આવેલા ધરતીનગર પર શ્રમિકો આજે ફરી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની માંગ કરવાની સાથે સાથે ભોજન ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ સમજાવટથી કામ લઈને આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો.
લાચાર બન્યા છીએ-પરપ્રાંતિય
વિનોદ નામના પરપ્રાંતિય શ્રમિકે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી કામ વગર બેઠા છીએ. રૂપિયા નથી અને વતન જવું છે. અહિં જમવાનું મળવાનું હવે મુશ્કેલ બન્યું છે. અમારે આ બીજી વખત રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે. પોલીસે આ તમામ લોકો સાથે સમજાવટથી કામ લેતા મામલો વણસે તે અગાઉ જ શ્રમિકોને તેમના ઘરે પરત મોકલી આપવામાં આવ્યાં હતાં.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.