હુમલો:ડભોલીમાં ઉછીના નાણાં મુદ્દે કિશોરને ચપ્પુના 4 ઘા માર્યા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 5 હજાર રૂપિયા માંગનારી મહિલાના દીકરાએ હુમલો કર્યો, ઘાયલ કિશોર હોસ્પિટલમાં દાખલ

કતારગામમાં એક મહિલાએ 15 વર્ષના કિશોર પાસે ઉછીના રૂ.5 હજાર માંગ્યા હતા. કિશોરે રૂપિયા ન આપતા મહિલાના દીકરાએ કિશોર પર ચપ્પુથી 4 ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડભોલી ગામમાં 15 વર્ષનો રજત( નામ બદલ્યું છે) છુટક મજુરી કામ કરે છે. 8 દિવસ પહેલા નૈનાબેન રાઠોડે રજત પાસે ઉછીના રૂ.5 હજાર માંગ્યા હતા. પરંતુ રજત પાસે રૂપિયા ન હોવાથી તેને રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

બાદમાં નૈનાબેનનો દીકરો ગણેશ રજતને મળ્યો હતો. તેણે રજતને ગાળો આપી હતી તેમજ ધમકી આપતા કહ્યું કેે, જોજે એક દિવસ તને મારી દઈશ. ત્યાર બાદ ગુરુવારે ગણેશે કિસ્મત કોલોની પાસે આવી રજતને ચપ્પુના 4 ઘા મારીને નાસી ગયો હતો. રજતના મિત્રો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રજતને ડાબા હાથે ખભાના આગળ-પાછળ, ડુટીના ભાગે, ગળાના પાછળના ભાગે ઇજા પહોંચાડી હતી. રજતે આરોપી ગણેશ રાઠોડ( રહે. ડભોલી ચાર રસ્તા) વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...