તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ડભોલીમાં મહિલા ASI પર બુટલેગરે રિક્ષા ચઢાવી દીધી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ અનિલાબેન મોહનભાઇ ગુરૂવારે રાત્રે કરફ્યુ દરમિયાન ડભોલી ચાર રસ્તા પાસે ફરજ પર હતા. રાત્રે 9.10 વાગ્યે ત્યાંથી રિક્ષા નં જીજે-5-બીટી-6018માં બુટલેગર અનિલ યાદવ, મુન્ના શાહુ અને રાકેશ સોરસીયા દારૂ લઇને નીકળ્યા હતા. જેથી અનિલાબેને ટોર્ચ તથા દંડો બતાવી થોભવા ઇશારો કર્યો હતો. પરંતુ બુટલેગરોએ રિક્ષા રોકવાને બદલે મહિલા પોલીસ પર જ રિક્ષા ચઢાવી નાસી ગયા હતા. જેમાં અનિલાબેન તથા એલઆર સાધના દાફડાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો