કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં નજીવો વધારો, એક્ટિવ કેસ વધીને 268 થયા, 5 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 210403 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં નજીવો વધારો નોંધાયો છે. સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 50 કેસ નોંધાયા હતા. શહેરમાં 23 અને જિલ્લામાં 9 મળી શહેર-જિલ્લામાં 32 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 268 થઈ છે. જૈ પૈકી 5 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

32 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 32 અને જિલ્લામાં 18 સાથે શહેર-જિલ્લામાં કોરોનાના 50 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 210403 થઈ છે. શહેરમાંથી 23 અને જિલ્લામાંથી 9 મળી 32 દર્દી કોરોનાને માત આપી સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 207893 દર્દી સાજા થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 268 થઈ
શહેર જિલ્લામાં કોરોનામાં નજીવો વધારો થઈ રહ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે એક્ટિવ કેસમાં નજીવો વધારો નોંધાયો છે. શહેરમાં 189 અને જિલ્લામાં 79 મળી કુલ 268 એક્ટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...