પાલિકાની કડકાઈ:સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ, 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે પણ સુરતમાં કેસ વધતા પાલિકાએ નિર્ણય લીધો (ફાઈલ તસવીર). - Divya Bhaskar
ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે પણ સુરતમાં કેસ વધતા પાલિકાએ નિર્ણય લીધો (ફાઈલ તસવીર).
  • કોરોના કેસમાં વધારો થતા કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થવાની શક્યતા
  • સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે
  • નવરાત્રિમાં પહેલા કોરોનાના વધતા કેસો પાલિકા માટે પડકાર

નવરાત્રિની શરૂઆત થાય તે પહેલાં જ સુરત મનપા માટે મુશ્કેલી ઉભી થતી દેખાઈ રહી છે. એક તરફ રાજ્ય સરકારે નવરાત્રિની ઉજવણી કરવા માટેની છૂટછાટ આપી છે તો બીજીતરફ કોરોના સંક્રમણના વધતા કેસને લઈને વહીવટીતંત્ર ચિંતામાં મુકાયા છે. અઠવા, પાલ, ભીમરાડ સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. જેથી કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 6426 લોકો છે જે નવરાત્રિની ઉજવણી નહી કરી શકે.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં ધરખમ વધારો
જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને હવે સૌથી લાંબો ચાલનાર તહેવાર નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. શેરી મહોલ્લાની અંદર નવરાત્રિની ઉજવણીની છૂટ આપવાની સાથે જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરત કોર્પોરેશન દ્વારા 69 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. એક અંદાજ મુજબ 6426 લોકો માઈક્રો કન્ટેન્ટ ઝોન હેઠળ આવી રહ્યા છે.

69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 6426 લોકો છે જે નવરાત્રિની ઉજવણી નહી કરી શકે.
69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 6426 લોકો છે જે નવરાત્રિની ઉજવણી નહી કરી શકે.

વેક્સિનેશનના બંને ડોઝ લોકો લઈ લે તેવો પૂરો આગ્રહ
ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોન અમે જાહેર કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર નવરાત્રિના આયોજન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી કરીને જે પણ વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ કેસો વધુ આવતા હોય અથવા તો આવી રહ્યા છે તેવા આઈડેન્ટિફાય કરી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન પણ લોકોનું ગેધરીંગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે જેને કારણે અમે સતત વેક્સિનેશનના બંને ડોઝ લોકો લઈ લે તેવો પૂરો આગ્રહ કરી રહ્યા છે અને તેના માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

સોસાયટીના પ્રમુખોને મળી વેક્સિનેશનની વ્યવસ્થા કરાઈ
વધુમાં જણાવ્યું હતું કે અત્યારે જેટલા પણ કોરોના પોઝિટિવ કેસો જે વિસ્તારના આવી રહ્યા છે ત્યાં આગળ અમારા આરોગ્ય વિભાગની ટીમ પહોંચીને તાત્કાલિક અસરથી ટ્રેસિંગ અને ચેકિંગ કરી રહી છે. જેથી કરીને કોરાના સંક્રમણના કેસો વધુ ન ફેલાય. જે તે સોસાયટી અને અગ્રણીઓ અને પ્રમુખ અને મળીને તેમના વિસ્તારમાં વેક્સિનેશન ખૂબ સારી રીતે થાય અને સ્થાનિક લોકો વેક્સિનનો બીજો ડોઝ લઈ લે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ.