સફળ સારવાર:સિવિલમાં આધેડના પેટમાંથી 10 કિલોની કેન્સરની ગાંઠ કાઢી

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં શનિવારે ડોક્ટરોએ એક દર્દીના પેટમાંથી 10 કિલો કેન્સરની ગાંઠ કાઢી હતી.સર્જરી વિભાગના ડોક્ટરો પહેલીવાર પેટમાંથી આખેઆખી કેન્સરથી ગાંઠ કાઢવામાં સફળ રહ્યા હતા.ગાંઠ કાઢવાનું ઓપરેશન 6 કલાક ચાલ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં એક મહિનાથી દર્દીનો ઈલાજ ચાલી રહ્યો હતો.દર્દીને કીમિયો થેરાપી આપ્યા બાદ શનિવારે ઓપરેશન કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીનો ખર્ચ થાય એવા આ ઓપરેશનને સિવિલ હોસ્પિટલમાં કરાતા દર્દીને આર્થિક ભારણ પડ્યું ન હતું.

સર્જરી વિભાગના એચઓડી ડો.મુકેશ પંચોલીએ જણાવ્યું હતું કે, પેટમાં કિડની, પેન્ક્રીયાઝ અને લોહીની મુખ્ય નસ પાસે ગાંઠ હતી.આવા ઓપરેશન તો થતા જ રહે છે પણ પહેલીવાર અમને કેન્સરની આખેઆખી ગાંઠ કાઢવામાં સફળતા મળી છે. સામાન્ય રીતે કેન્સરની ગાંઠ કાઢ્યા પછી પણ અમુકભાગ શરીરમાં જ રહી જતો હોય છે.ગાંઠ કાઢ્યા બાદ દર્દીની તબિયત સારી છે.

પાલનપુર પાટિયાની દીપાંજલિ સોસાયટીના 57 વર્ષીય દિપકભાઈ દરિયાવાલા છેલ્લા 4થી 5 મહિનાથી પેટ ભારે લાગવાની સમસ્યાથી પીડાતા હતા.ધીમે ધીમે પેટમાં અન્ય સમસ્યાઓ પણ શરુ થઇ જતા એક મહિના પહેલા સિવિલમાં બતાવ્યું હતું. તપાસ બાદ કીમિયો થેરાપી શરુ કરી હતી.આખરે ઓપરેશન કરી દર્દીને પીડા મુક્ત કરવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...