તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Forgets In Celebration Of Sayan Sugar Factory Election Victory, BJP Vice President Of Olpad Taluka Panchayat Joins Vijay Rath Without Mask Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ઊલાળ્યો:સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જીતની ખુશીમાં કોરોના ભૂલાયો, ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ માસ્ક વગર વિજય રથમાં જોડાયાનો વીડિયો વાઈરલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયણ સુગરની ચૂંટણીમાં જીત થતા વિજય રથ યોજાયો હતો. - Divya Bhaskar
સાયણ સુગરની ચૂંટણીમાં જીત થતા વિજય રથ યોજાયો હતો.
  • વિજય રથમાં 500થી વધુ લોકો જોડાયા હોવાનો વીડિયો વાઈરલ

સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કાર્યકર્તાઓ જ નહીં ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલ પણ માસ્ક વગર ભીડમાં વિજય રથ સાથે જોડાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

આ વિજય રથમાં 500થી વધુ લોકો જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

વિજય રથમાં દિપેશ પટેલ માસ્ક વિના જોડાયા.
વિજય રથમાં દિપેશ પટેલ માસ્ક વિના જોડાયા.

જીતની ખુશીમાં વિજય રથનું આયોજન કરવામાં આવ્યું
સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત થઈ છે. જે પૈકીના ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલની ખલીપોર બેઠક પર જીત થઈ છે. જીતની ખુશીમાં વિજય રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ લોકો જોડાયા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના દિપેશ પટેલ અને લોકો જોવા મળ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

જીતની ખુશીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા.
જીતની ખુશીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા.

સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત
સાયણ સુગરમાં વર્તમાન પ્રમુખ રાકેશ ઠાકોર પટેલ 65 મતે વિજેતા થવા સાથે તેમની પેનલના જનરલ બેઠક 4 ઉમેદવારો સાથે 12 બેઠક પર ભવ્ય વિજય મળ્યો હતો.જ્યારે વર્તમાન ડિરેક્ટરો પૈકી સૌની નજર હતી તેવા સાંધીએર ઝોન પર કોંગ્રેસના કદાવર નેતા અને સહકારી આગેવાન દર્શન પટેલની સૌથી વધુ 233 મતોથી જીત થવા સાથે કુડસદ બેઠક પર માજી પ્રમુખ કેતનભાઈ પટેલ ચૂંટણી જંગમાં હોય કાંટાની ટક્કર વાળી કુડસદ બેઠક પર કેતન પટેલની 38 મતથી જીત થઈ હતી. જ્યારે સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી 5 ડિરેક્ટરોની જીત જ્યારે 3 ડિરેક્ટરોની હાર થઈ છે.

વિજય રથમાં જોડાયેલા લોકો પણ માસ્ક વિના નજરે પડ્યા.
વિજય રથમાં જોડાયેલા લોકો પણ માસ્ક વિના નજરે પડ્યા.

અલ્પેશ, સૂર્યા બાદ દિપેશ પટેલનો વીડિયો વાઈરલ
સુરત જિલ્લામાં પાસ નેત અલ્પેશ કથીરિયા અને માથાભારે સૂર્યા બંગાળીના સોશિયલ ડિસ્ટન્સના ભંગનો વીડિયો વાઈરલ થઈ ચૂક્યો છે. બંને કેસમાં ગુનો દાખલ કરી અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે હવે ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખનો વીડિયો વાઈરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો