તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:300% ક્લેમ ચૂકવવાનો આવ્યો તો વીમા કંપનીઓએ કોરોના કવચ પોલિસીઓ 6 મહિનામાં જ બંધ કરી દીધી

સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ3 મહિનો પહેલાલેખક: એજાઝ શેખ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના પોલિસી દ્વારા વીમા કંપનીઓને અંદાજે 20 કરોડનું પ્રિમિયમ મળ્યું, ક્લેમ 60 કરોડ આવ્યો
  • વીમા કંપનીઓએ જનરલ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કોરોના રિસ્ક ઉમેરીને પ્રિમિયમનો દર વધારી દીધો
  • અમદાવાદમાં સૌથી વધુ 1.10 લાખ કોરોના પોલિસી વેચાઈ, 13 કરોડના પ્રીમિયમ સામે 20 કરોડ રૂપિયાના ક્લેમ

ગત વર્ષે કોરોના આવ્યો ત્યારે જુદી-જુદી વીમા કંપનીઓએ તેને કમાણીનો અવસર માનીને વિવિધ કોવિડ મેડિક્લેમ પોલિસીઓ લૉન્ચ કરી હતી. પણ કંપનીઓનું અનુમાન ખોટું ઠર્યું છે અને હવે તેમણે ક્લેમ માટે 150 ટકાથી વધારે ચુકવણી કરવી પડી છે. માત્ર 20 ટકા પોલિસીધારકોએ જ ક્લેમ કર્યો હોવા છતાં વીમા કંપનીઓ હચમચી ગઈ છે.

સ્પેશિયલ કોવિડ મેડિક્લેમ પોલિસી બંધ
ઘણી કંપનીઓએ કોવિડ પોલિસીઓ પાછી ખેંચી છે. મોટાભાગની કંપનીએ સ્પેશિયલ કોવિડ મેડિક્લેમ પોલિસી બંધ કરી દીધી છે. એટલું જ નહીં કંપનીઓએ જનરલ મેડિક્લેમ પોલિસીના પ્રિમિયમ પણ ધારી દીધા છે. ગત વર્ષે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 3 લાખ 17 હજાર કોવિડ પોલિસીઓ ઇસ્યુ થઈ હતી. પણ હવે ગણતરીની પોલિસી બાકી છે. ગત વર્ષ જ્યારે કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓએ કોરોના દર્દીઓની સારવારમાં થતા ખર્ચ સામે સુરક્ષા આપવા કોરોના કવચ મેડિક્લેમ પોલિસી શરૂ કરી હતી. આ પોલિસી હેઠળ વીમાધારકને પ્રતિમાસ 400થી 800 રૂપિયા સુધીના મામુલી પ્રિમિયમ પર કોરોનાની સારવારની સુરક્ષા આપવામાં આવી હતી. આ પોલિસીઓ 6થી 9 મહિના સુધીની છે.

કંપનીઓને અંદાજ નહોતો કે નુકસાન જશે
આ દરમિયાન કંપનીઓએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 3 લાખ 17 હજાર પોલિસીઓ વેચી હતી. તેનાથી કંપનીઓને આશરે 40 કરોડ રૂપિયા પ્રિમિયમ પેટે મળ્યા હતા. હવે પ્રિમિયમ કરતા દોઢ ગણા એટલે કે 60 કરોડ રૂપિયા ક્લેમ પેટે ચૂકવવા પડી રહ્યા છે. કંપનીઓને જરા પણ અંદાજ નહોતો કે તેમને નુકસાન વેઠવું પડશે. એ પછી કંપનીઓએ જૂની પોલિસીઓ રિન્યૂ કરવાનું બંધ કરી દીધું છે. સાથે જ વિશેષ કોવિડ મેડિક્લેમ પોલિસી પણ બંધ કરી દીધી છે. હવે કોવિડની અલગથી બીજી કોઈ મેડિક્લેમ પોલિસી નથી.

ચાર શહેરોમાં 3.17 લાખ લોકોએ પોલિસી લીધી હતી

શહેરવેચાયેલી પોલિસીપ્રિમિયમક્લેમ
અમદાવાદ1.10 લાખ13.75 કરોડ20.63 કરોડ
સુરત780009.75 કરોડ14.62 કરોડ
વડોદરા66,0008.25 કરોડ13.13 કરોડ
રાજકોટ63,0007.88 કરોડ11.82 કરોડ

(જુદી-જુદી વીમા કંપનીઓ સાથે જોડાયેલા અને ઇન્સ્યોરન્સ સેક્ટરના એક્સપર્ટ પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ)

કોરોના રિસ્ક કવર કરનાર હેલ્થ પોલિસીની ડિમાન્ડ વધી
હવે જ્યારે કોરોના ફરી નિયંત્રણ બહાર છે અને બીજી લહેરથી લોકો પરેશાન છે ત્યારે કંપનીઓએ વિશેષ કોવિડ પોલિસી રિન્યૂઅલ અને નવી પોલિસી ઇસ્યુ કરવાનું બંધ કરી દીધું છે. જો કે જનરલ મેડિક્લેમમાં કોરોના રિસ્ક સામેલ કરી દેવાયું છે. જેમાં 1 લાખની પોલિસી માટે વર્ષે 1250થી 6000 પ્રિમિયમ છે.

75 ટકાએ ક્લેમ કર્યો નથી 25%એ ક્લેમ કર્યો એમાં ખોટ
કોવિડ મેડિક્લેમ પોલિસી હૉલ્ડરમાંથી માત્ર 25% જ ક્લેમ કર્યો છે. જ્યારે75 ટકા વીમાધારકોએ કોઈ ક્લેમ કર્યો નથી. તેમ છતાં પણ કંપનીઓને ખોટ ખાવી પડી છે. પોલિસીધારકોને મોટી ચુકવણી કરવી
પડે નહીં એ માટે કંપનીઓએ પોલિસીઓ બંધ કરી દીધી.

વધારે ક્લેમ આવ્યા તો કંપનીઓ ગભરાઈ, નવી પોલિસી બંધ, ગ્રૂપ કોરોના પોલિસી ચાલુ
રાજ્યમાં માત્ર 9 ટકા પોલિસીમાં ક્લેમ થયો છે. કોવિડ પોલિસીમાં 25 ટકા ક્લેમથી કંપનીઓને નુકસાન થયું છે. જેના કારણે પોલિસી બંધ કરી દેવાઈ છે. કેટલીક કંપનીએ ગ્રુપ કોરોના કવચ પોલિસી ચાલુ રાખી છે. ફ્યુચર જનરલ, એચડીએફસી, ન્યૂ ઇન્ડિયા જેવી વીમા કંપનીઓએ કોવિડ પોલિસી બંધ કરી છે. -જીજ્ઞેશ માધવાણી, વેલ્થ એક્સપર્ટ, ટોરિન વેલ્થ

ખોટ થઈ તો પોલિસી બંધ કરી દીધી
કંપનીઓેએ સામાન્ય મેડિક્લેમ પોલિસીમાં બદલાવ કરીને કોરોના રિસ્ક સામેલ કરી દીધું છે. જેમાં પ્રિમિયમ વધારે રહે છે. સામાન્ય મેડિક્લેમના કેટલાક નિયમો પણ બદલાયા છે. - ભાગ્યશ્રી સાબુ, એડવાઇઝર, ફ્યૂચર જનરલ

કંપનીઓની ગણતરી ખોટી પડી
કોરોના સ્પેશિયલ પોલિસી શરૂઆતમાં સારી વેચાઈ પણ હવે ક્લેમ વધી ગયા. ક્લેમની ચૂકવણી માટે કંપનીઓ પાસે ફંડ વધ્યું નહોતું. - ભાવેશ છજેરા, એડવાઇઝર, સ્ટાર હેલ્થ

કોરોનાકાળમાં 30 ટકા સુધી વધી ગયું જનરલ મેડિક્લેમ પ્રિમિયમ
કોરોનાકાળમાં જેની વધારે ડિમાન્ડ રહી હતી એ મેડિક્લેમ પોલિસી હવે મોંઘી થઈ ગઈ છે. કોરોનાની પોલિસીમાં કંપનીઓને વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સામાન્ય પોલિસીના પ્રિમિયમ 30 ટકા વધ્યા છે. - પીયૂષ રાવલ, એડવાઇઝર, બજાજ એલાયન્સ