તપાસ:આસામથી માલ લેવામાં પુણાના વેપારીએ રૂ. 55 લાખ ગુમાવ્યા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 ઠગ સોપારી,મરીનો માલ ન આપી ફરાર

પુણાગામમાં રહેતા વેપારીએ આસામથી સોપારી અને મરીનો માલ મંગાવવામાં 55.11 લાખની રકમ ગુમાવી છે. પુણાગામ અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા અને પરવટ પાટિયા રઘુવીર ટેક્સટાઇલ મોલમાં હોલસેલમાં સોપારીનો ધંધો કરતા 29 વર્ષીય ગીરીશ ડોબરીયાએ સોશિયલ મીડિયા પર રાજકોટના વેપારીના માધ્યમથી આસામના વેપારીના સંપર્કમાં આવ્યા હતા. ફોન પર વેપારીએ આસામના વેપારી સાથે વાત કરી હતી. આસામનો વેપારી સપ્ટેમ્બર-21માં સુરતમાં કડોદરા આવ્યો ત્યાં વેપારીની મુલાકાત થઈ હતી.

પછી વેપારીએ તેને 20 હજાર કિલો સોપારી અને 8 હજાર કિલો કાળા મરીનો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ આસામના 3 વેપારીઓના અલગ અલગ બેંક ખાતામાં 73.62 લાખની રકમ એડવાન્સમાં મોકલી આપી હતી. રકમ મોકલી આપ્યા પછી માત્ર 17.50 લાખનો સોપારીનો માલ આવ્યો અને 2.50 લાખની રકમ પત્નીના ખાતામાં આસામના વેપારીઓએ મોકલી હતી. થોડા દિવસો પછી બાકીનો માલ મોકલવા માટે વધુ દોઢ લાખ રૂપિયા ટ્રાન્સપોર્ટના નામે પડાવ્યા હતા.

વેપારીને 55.12 લાખનો સોપારી અને મરીનો માલ ન આપી આસામના ઠગ વેપારીઓ લાખોની રકમ લઈ ફરાર થયા છે. છેવટે વેપારીએ સુરત ક્રાઇમબ્રાંચમા લેભાગુ વેપારી મુસ્તુફા કમલ મઝુમદેર ઉર્ફે અકરમ, મહેબુબુલ કમલ મઝુમદેર ઉર્ફે સમ્મી અને અમઝદ હુસૈન લશ્કર(ત્રણેય રહે,સીલચર,આસામ)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...