બોગસ બિલિંગ ટ્રાન્ઝેકશન કૌભાંડ:બોગસ બિલિંગમાં 600 વેપારીને ITનું તેડું, મિલકતો જપ્ત કરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • GSTએ 1 હજાર કરોડના કેસ આઇટીમાં ટ્રાન્સફર કર્યા
  • હજુ શહેરના 10 હજાર કરોડના કેસની તપાસ બાકી

જીએસટી દ્વારા સમગ્ર રાજ્યમાંથી છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ઝડપી પાડેલાં રૂપિયા 40 હજાર કરોડના બોગસ બિલિંગ ટ્રાન્ઝેકશનના કૌભાંડમાં આખરે આવકવેરા વિભાગે એન્ટ્રી કરી છે. જેમાં શહેરના 1 હજાર કરોડના કેસમાં 600 કૌભાંડીઓને સમન્સ પાઠવાયા છે.

સુરત જીએસટી દ્વારા બોગસ બિલિંગના એક હજાર કરોડના કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આઇટીએ પ્રાથમિક વિગતોના આધારે 600 વધુ કૌભાંડીઓને સમન્સ આપ્યા છે અને રૂબરૂ નિવેદન લખાવી જવાનું ફરમાન જારી કર્યું છે. અધિકારીઓ જેણે બિલિંગ દ્વારા ખરો લાભ ઉઠાવ્યો છે તેને શોધી રહી છે. આથી સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને વડોદરાના વેપારીઓને સમન્સ ઇશ્યુ કરાયા છે. રિકવરી માટે કૌભાંડીઓની મિલકતોની યાદી પણ બનાવવામાં આવી રહી છે.

સુરતમાં કુલ 1100 કરોડથી વધુનું સ્કેન્ડલ
રાજ્યના 40 હજાર કરોડના કૌભાંડમાંથી સુરતમાં 1100 કરોડથી વધુના બોગસ બિલિંગ ટ્રાન્ઝેકશન છે. તેમાં હાલ તો 1 હજાર કરોડના જ કેસ અપાયા છે. જેથી હજી 10 હજાર કરોડના કેસમાં તપાસ કરવાની બાકી છે.

DGGIએ 110થી વધુ કૌભાંડીની યાદી આપી
જીએસટી ઉપરાંત ડીજીજીઆઇ ડિરોક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે જે 110થી વધુ કૌભાંડીઓની યાદી આપી છે. જેમાં જીએસટી લાગુ થયા બાદથી કૌભાંડો કરનારા તમામના નામ છે. એવા પણ કેસ છે જેમાં અધિકારીઓએ ધરપકડ સુધ્ધાં કરી છે તથા બિલિંગ પર કમિશન લેનારાઓ પણ છે.

100 રૂપિયાના બિલ પર વ્યાજ અને પેનલ્ટી મળી કુલ રૂ. 110 ભરવા પડશે
સી.એ. દિપ ઉપાધ્યાય અને મયંક દેસાઈ કહે છે કે બોગસ બિલિંગના કેસમાં લેયર ભેદવા સૌથી મોટો પડકાર હોય છે. કેમ કે આઇટીસી કે બિલ ટ્રાન્સફર કેસમાં અનેક લોકો સંડોવાયેલાં હોય છે. જે સ્થિતિ બોગસ એન્ટ્રીમાં હોય છે તેવી જ બોગસ બિલિંગમાં પણ હોય છે. બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરીને પણ એન્ટ્રીની જાળ ઊભી કરાય છે. આઇટીમાં જેમણે છેલ્લે ફાયદો ઉઠાવ્યો હોય તેના સુધી પહોંચતા ઘણો સમય લાગી શકે છે. સી.એ. પ્રદિપ સિંઘી કહે છે કે બોગસ બિલિંગ કરનારાઓનું અસ્તિત્વ જ મટી જશે. કેમકે 100 રૂપિયાના બિલ પર વ્યાજ-પેનલ્ટી મળીને કુલ 110 ભરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...