ક્રાઇમ:ભેસ્તાનમાં અજાણ્યાએ ટેમ્પો-બાઇકને આગ ચાંપી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેસ્તાન સિધ્ધાર્થ નગરમાં પાલિકાના આવાસમાં અજાણ્યાએ ટેમ્પો અને બાઇકને આગ ચાંપી દીધી હતી. અજાણ્યાએ જવલનશીલ પદાર્થ નાખીને સળગાવ્યાનું બહાર આવતા પાંડેસરા પોલીસે ટેમ્પો માલિકની ફરિયાદ લઈને ગુનો નોંધ્યો છે.

વાહનને આગ ચાંપવાની આ ઘટના 11મી તારીખે મળસ્કે બની છે. ભેસ્તાન પાલિકાના આવાસમાં રહેતા પ્રમોદ રામસેવક પાઠક વોટર સપ્લાયમાં ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 10મી તારીખે કામ પુરૂ થયાં બાદ પ્રમોદ પાઠકે ટેમ્પો આવાસના પાર્કિંગમાં પાર્ક કર્યો હતો. ટેમ્પોની બાજુમાં જ તેમની પોતાની બાઇક પણ મૂકી હતી. અજાણ્યાએ પ્રમોદના ટેમ્પો પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દેતા તેની બંને ગાડીઓમાં 85 હજારનું નુકશાન થયું હતું. દિવાળીના સમયે અજાણ્યાએ ટેમ્પોના આગ લગાવી દેતા ચાલકની રોજી-રોટી છીનવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...