તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભેસ્તાનમાં 5 શ્વાનને ચીકનમાં ઝેર આપીને મારી નખાયા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સોસાયટીના સભ્યે કૃત્ય કર્યુ હોવાનો આરોપ
 • વિડીયો સાથે પોલીસ-પાલિકા-કલેક્ટરને ફરિયાદ કરાઈ

શહેરના ભેસ્તાનમાં એક-બે નહિં પરંતુ 5 શ્વાનને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં પોલીસ કમિશનર, કલેકટર, મ્યુ.કમિશનર અને જિલ્લા એનિમલ વેલફર ઓફિસરને ફરિયાદ કરાઈ છે. સોમવારે સવારે ભેસ્તાન વિનાયક સોસાયટીમાં બે શ્વાન અને એક બચ્ચાનું મૃત્યું થયાની ફરિયાદ પાલિકાના ઉધના ઝોનને મળી હતી. જેથી પાલિકા દ્વારા શ્વાનના નિકાલની કામગીરી કરાઈ હતી. જો કે શ્વાનનું મોત ઝેર આપવાથી થયું છે કે નહિં? તે સમગ્ર મામલાની તપાસ પોલીસ તથા એનિમલ વેલફર ઓફિસર દ્વારા કરાશે. પાલિકામાં ઓનલાઇન કરાયેલી ફરિયાદમાં વિડીયો સાથેના પુરાવા અપાયા છે.

29 સેકન્ડના આ વિડીયોમાં 40 વર્ષના દિવ્યેશ પટેલ નામના સોસયટીના જ સભ્યએ જ ચીકનમાં ઝેર આપી મારી નાંખ્યાનું જણાવાયું છે. વિડીયોમાં શ્વાન જીવ બચાવવા તરફડીયા મારી રહ્યાનું નજરે ચઢે છે.ભૂતકાળમાં ગોપીપુરામાં આ રીતે શ્વાનને મારી નાંખવાની ઘટના બની હતી.જેમાં પોલીસ ફરિયાદ થઇ હતી. ભેસ્તાનની વિનાયક રેસીડેન્સીમાં બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણીઓ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો