તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂતરાંઓનો ત્રાસ:ઉધના યાર્ડના ભાવનાનગરમાં 2 દિવસમાં 7 લોકોને કૂતરાં કરડ્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉધનામાં રખડતા કૂતરાંઓે બાળકોને પણ નિશાન બનાવ્યા હતા. - Divya Bhaskar
ઉધનામાં રખડતા કૂતરાંઓે બાળકોને પણ નિશાન બનાવ્યા હતા.
  • લોકોએ ફરિયાદ કરી તો પાલિકાએ કહ્યું, પકડતા 10 દિવસ લાગશે
  • અમારી પાસે મેન પાવર કે નેટની વ્યવસ્થા નથી: અધિકારી

ઉધના યાર્ડના ભાવના નગરમાં બે દિવસમાં સાત લોકોને કુતરુ કરડયું છે. જેથી તેમને સ્મીમેરમાં સારવાર આપવામાં આવી હતી. કૂતરાંને પકડવા માટે મનપાના જવાબદાર અધિકારીએ હાથ ઉંચા કરી દેતા સ્થાનિક રહીશોમાં કચવાટ જોવા મળ્યો હતો. ઉધના યાર્ડ ખાતેના ભાવનાનગર એમ - બ્લોક પાસે છેલ્લા કેટલાક દિવસથી કૂતરાંઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

જેમાં 2 દિવસમાં કૂતરાંઓએ બાળકો, મહિલા અને વૃધ્ધ સહિત 7 જણાને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભય ઉભો થયો છે. કૂતરાંને પકડવા મનપાના માર્કેટ વિભાગના અધિકારીને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. મનપાના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે આ કામગીરી હજી શરૂ થઇ નથી જે શરૂ થવાને હજી 10 દિવસ જેટલો સમય લાગી શકે છે. અમારી પાસે મેન પાવર કે કૂતરાંને પકડવા માટે નેટની વ્યવસ્થા પણ નથી.

અન્ય સમાચારો પણ છે...