તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ના-કર સમિતિની ચીમકી:ભાટિયા-કામરેજમાં ફાસ્ટેગના નામે આજથી સ્થાનિકોને લૂંટવાનું શરૂ થશે

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકોને છૂટ નહીં તો ચક્કાજામ : ના-કર સમિતિની ચીમકી

ફાસ્ટેગના નામે આજથી સુરતીઓના ગજવા ખંખેરવાનું શરુ કરી દેવાશે. સોમવારે રાત્રે 12 વાગ્યાથી સુરતના બંને ટોલનાકા ભાટિયા અને કામરેજ ખાતે રોકડની લેન બંધ કરી દેવાશે અને ફક્ત ફાસ્ટેગ લેન જ શરુ રખાશે. જેમની પાસે ફાસ્ટેગ નહિ હશે એમને બમણા રૂપિયા ચૂકવવા પડશે. ભાટિયા ટોલનાકાના સંચાલકોએ તો 14મીની રાત્રિથી જ ફાસ્ટેગ લેન બંધ કરી દીધી છે જ્યારે કામરેજ ટોલનાકે સોમવારે 12 વાગ્યા સાથે જ કેશલેન બંધ કરી દેવાશે. ફાસ્ટેગનો અમલ થતાની સાથે જ કામરેજ ટોલનાકે સુરતીઓ પાસે સિંગલ તરફના 75 અને 24 કલાકમાં પરત ફરનાર પાસે 110 રૂપિયા વસૂલાશે. ભાટિયા ટોલનાકે સીંગલ તરફના 110 અને બંને તરફના 165 રૂપિયા વસૂલાશે. કામરેજ ટોલનાકાના સંચાલક રાહુલ ફરસડેએ જણાવ્યું કે, અમને ઉપરથી સૂચનાઓ આપી છે કે, ફાસ્ટેગનો અમલ 15મીની રાત્રે 12 વાગ્યા બાદ શરુ કરી દેવાશે. સ્થાનિકો પાસેથી ટોલ લેવાશે તો ના-કર સમિતિ દ્વારા ચક્કાજામની ચીમકી ઉચ્ચારાઈ છે.

સ્થાનિકો કામરેજ ટોલ ફ્રીમાં પસાર નહીં કરી શકે
કામરેજ ટોલનાકું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં સ્થાનિકો પાસે એક રૂપિયો વસૂલાતો ન હતો. જોકે, હવે 15મીની રાત્રીના 12 વાગ્યા બાદથી સ્થાનિકો પાસે એક તરફના 20 રૂપિયા અને બંને તરફના 40 વસૂલાશે. આ લાભ પણ જે સ્થાનિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમને જ મળશે.રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય એવા લોકોએ એક તરફના 75 અને બંનેના 120 ચૂકવવા પડશે.

આગામી દિવસોમાં ચક્કાજામ માટે તૈયાર રહેવું પડશે
ફાસ્ટેગમાં સ્થાનિકોને છૂટ આપવામાં આવી નથી. જો સ્થાનિકોના ખિસ્સા ખંખેરવાનું જારી રાખવામાં આવશે તો આગામી દિવસોમાં ટોલનાકાના સંચાલકોએ ચક્કાજામ માટે તૈયાર રહેવું પડશે. > દર્શન નાયક, ના-કર સમિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો