ઉધના પોલીસનું કારસ્તાન:ભાઠેનામાં 6.48 લાખનું 9.5 તોલા સોનું ચોરાયું તો ચોપડે માત્ર 32,500નું બતાવ્યું!

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વધતા ક્રાઈમ વચ્ચે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા ઉધના પોલીસનું કારસ્તાન
  • જરી વેપારીને ત્યાં 9.5 તોલા સોનુ, ચાંદીના સિક્કા અને 1.60 લાખ રોકડાની ચોરી

ઉધનામાં તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા મળીને કુલ 6 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે સોનાનો ભાવ એક તોલાનો માત્ર 3500 રૂપિયા બતાવ્યો છે. પોલીસે રોકડા 1.60 લાખ રૂપિયા અને 9.50 તોલા સોનાના ઘરેણાં અને થોડા ચાંદીના સિક્કા મળીને માત્ર 1.95 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ઉધનામાં ભાઠેના વિસ્તારમાં આવેલી તારા વિદ્યાલય પાસે શિવશક્તિ નગર સોસાયટીમાં રહેતા હિતો ડાયાભાઈ રાણા જરીનો વ્યવસાય કરે છે. તેમનું મકાન ચાર માળનું છે. નીચેના મકાનમાં તેમના માતા-પિતા રહે છે. 14 મી તારીખે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ ન હતું. તે સમયે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો કોઈ રીતે તોડીને તિજોરીમાંથી 20 ગ્રામ સોનાની ચાર બંગડીઓ, 35 ગ્રામ સોનાનું પેન્ડલ અને કાનની બુટી, 30 ગ્રામ સોનાની ત્રણ ચેન, 10 ગ્રામ સોનાની ત્રણ અંગુઠી તથા ચાંદીના સિક્કા અને પાયલ ઉપરાંત રોકડા 1.60 લાખ રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. હાલ વધી રહેલા ગુના સામે ઉધના પોલીસે ચોરીની ગંભીરતા ઓછી બતાવવા નજીવી કિમંત બતાવી છે.

સોનુ,ચાંદી, રોકડ મળી 1.95 લાખની ફરિયાદ નોંધી
ઉધના પોલીસ માટે સોનાનું કોઈ મૂલ્ય ન હોય એમ પોલીસે 9.5 તોલા સોનાની કિંમત હાલના બજાર ભાવ મુજબ 6,46,800 બતાવવાને બદલે માત્ર રૂ. 32,500 બતાવી હતી. હાલમાં એક તોલા સોનાનો ભાવ 46,200 છે. પોલીસે તમામ સોનાના ઘરેણાં, ચાંદી અને રોકડા મળી માત્ર 1.95 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...