તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:BCom-LLBમાં 53% કટઓફ સામે 37 ટકાવાળાએ અરજી કરી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 બેઠકો સામે 266ના પ્રવેશ ફોર્મ મંજૂર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ એલએલબી ઓનર્સમાં 150 બેઠક સામે 266 વિદ્યાર્થીઓના ફોર્મ મંજૂર થયા છે. ગયા વર્ષે બીકોમ એલએલબી ઓનર્સમાં કટઓફ જુદી જુદી કેટેગરીમાં 43થી 53% નોંધાયું હતું. પણ આ વખતે તો મેરીટ લિસ્ટમાં 92% લાવનારા વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ માટે અરજી કરી છે. જોકે, આ વાત ગુજરાત શિક્ષણ બોર્ડની છે. અધર બોર્ડમાં ગયા વર્ષે બીકોમ એલએલબી ઓનર્સમાં કટઓફ જુદા જુદી કેટેગરીમાં 51થી 65% નોંધાયુ હતું. પરંતુ આ વર્ષે મેરીટ લિસ્ટમાં 98% લાવનારા વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવા માટે અરજી કરી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ અને અધર બોર્ડે આ વખતે કોરોના વાયરસને કારણે પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યા છે. તેવામાં જ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. બીકોમ એલએલબી ઓનર્સમાં જ્યાં 53 ટકા ટકઓફ નોંધાય છે. ત્યાં આ વર્ષે 98 ટકા લાવનારા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે. આ વખતે બીકોમ એલએલબી ઓનર્સમાં ગુજરાત શિક્ષણ બોર્ડમાં સૌથી ઓછા ટકા લાવનારા 59% અને અધર બોર્ડમાં 37% લાવનારા વિદ્યાર્થીએ અરજી કરી છે.

બીઆરએસમાં આ વર્ષે 87 ટકાવાળાએ પ્રવેશ લેવા માટે અરજી કરી છે. બીઆરએસમાં ગયા વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડમાં 65% કટઓફ નોંધાયું હતું. ત્યારે આ વર્ષે 83% લાવનારા વિદ્યાર્થીએ પ્રવેશ અરજી કરી છે. આમાં જ સૌથી ઓછા ટકા 32% નોંધાયા છે. આ સાથે જ અધર બોર્ડમાં આ વર્ષે 87% લાવનારા વિદ્યાર્થીએ પ્રવેશ અરજી કરી છે. જ્યારે ગયા વર્ષે 69% લાવનારા વિદ્યાર્થીએ અરજી કરી હતી. અધર બોર્ડમાં સૌથી ઓછા ટકા 43% નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...