તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Bardoli, Farmer Leader Rakesh Tikait Said, "Farmers Of Sardar's Land Support The Movement, There Is No Need To Be Afraid."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં આંદોલન:બારડોલીમાં કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું, સરદારની ભૂમિના  ખેડૂતો આંદોલનને ટેકો આપે, ડરવાની કોઈ જરૂર નથી

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટિકૈતે ખેડૂતોને આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી હતી. - Divya Bhaskar
ટિકૈતે ખેડૂતોને આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી હતી.
  • અહિંની પોલીસની ભાષા અને વર્તન બદલવા પડશે-ટિકૈત
  • શંકરસિંહ વાધેલા અને રાકેશ ટિકૈતે સરદારને પુષ્પાંજલિ આપી

કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ધમધમાટ શરૂ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ બારડોલી ખાતે શંકરસિંહ વાઘેલા સાથે આવી પહોંચ્યા હતાં.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, દેશની કંપનીઓ સરકાર ચલાવી રહી છે, પરંતુ, હવે આ સરકાર લાબો સમય ચાલશે નહીં. બારડોલીમાં સરકારને પુષ્પાંજલિ આપતા તેણે ઉમેર્યુ કે ખેડૂતોએ ડરવાની જરૂર નથી. રાકેશ ટિકૈતના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સરદાર આશ્રમની મુલાકાત લીધી હતી.
સરદાર આશ્રમની મુલાકાત લીધી હતી.

સરદાર આશ્રમની મુલાકાત લીધી
બારડોલીમાં કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલા સ્વરાજ આશ્રમ પહોંચ્યા હતાં.સરદાર પટેલના સ્વરરાજ આશ્રમની મુલાકાત લીધી હતી. સુરત દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ સૂતરની આંટીથી સ્વાગત કર્યુ હતુ.રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાએ સરદારના ફોટોને પુષ્પાંજલી આપી હતી.

પોલીસની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા હતાં.
પોલીસની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા હતાં.

ખેડૂતોને નિડર થવા હાંકલ
ટિકૈતે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ખેડૂતોની જમીન છીનવી લેવાય છે, અને વિરોધ કરે તો જેલમાં ધકેલી દેવાય છે.દિલ્હીમાં મોટું આંદોલન ચાલી રહ્યું છે.સરકાર ઉપર ઘણા પ્રેશર છે.મોદીએ પહેલા ખેડૂતોને msp બાબતે સમર્થન કર્યું હતું.અહિયાની પોલીસ જે વર્તન અને ભાષા બોલે છે એ હવે બદલબી પડશે.ખેડૂત સમાજ લોકોને જાગૃત કરી દિલ્હી આંદોલનને ટેકો આપી વેગવાન બનાવે તે જરૂરી છે.ખેડૂતો હવે સરદારની ભૂમિ ટ્રેકટર ઉપર ઝંડો લગાવી આંદોલનને ટેકો આપે ડરવાની કોઈ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો