ખુનની કોશિષ, લૂંટ , વાહન ચોરી જેવા ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ભાવનગર તથા સુરત શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ ત્રણ બુલેટ બાઈક સહિત રૂ.3.60 લાખના કુલ્લે 8 વાહનના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં એક પછી એક વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. છેલ્લે લૂંટ માટે હત્યાના પ્રયાસ બાદ ભાગી ગયો હતો.
ગોડાદરામાં બેઝમેન્ટ પાર્કિંગમાંથી બુલેટની ચોરી કરી
વરાછા વિસ્તારમાંથી નિકુલ ઉર્ફે ડક્કર ચકુરભાઈ ભીંગરાડીયા (ઉ.વ .21 ધંધો - બેકાર રહે . માતાવાડી ડાહ્યા પાર્ક સોસાયટી ખાતે ફૂટપાથ ઉપર , વરાછા , સુરત મુળવતન - પાંચ પીપળા ગામ , તા.પાલીતાણા જી.ભાવનગર)ને એક લાલ કલરની રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક કિંમત રૂ.50 હજારની મત્તાની કબજે કરવામાં આવી હતી. જે બુલેટ બાબતે પૂછતા ગોડાદરા સંસ્કૃતિ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા કરી હતી.
પાંચ સ્થળેથી ચોરી કરેલ બાઈક કબજે
વરાછા મીની બજાર ખાતે આવેલ પ્રિન્સેસ પ્લાઝામાંથી હોન્ડા ડ્રીમ યુગા બાઈક, વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાંથી હોન્ડા શાઇન, વરાછા ભરતનગર ખાતેથી બુલેટ બાઈક, વરાછા ઘનશ્યામનગર ખાતેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર, પાંચેક માસ અગાઉ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ થ્રી સીનેમા સર્કલ પાસેથી હોન્ડા શાઈનની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા તે તમામ વાહનો કબજે કરવામાં આવ્યા છે.
લોક તોડી બાઈકને ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરતો
અગાઉ છએક માસ પહેલા વરાછા ભગીરથ સોસાયટીમાં પાર્ક કરેલ એક કાળા કલરની બુલેટ (GJ-05-PN-5775)ની ચોરી કરી તેને વરાછા બાલાજીનગર ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી દીધી હોવાની પણ કબૂલાત કરી છે. જે બાબતે પોકેટ કોપ મોબાઇલ ફોનની મદદથી ખાતરી કરતા આ ગુનાઓનો ભેદ ઉકેલવામાં છે. આરોપી હેન્ડલ લોક કરેલ મોટર સાયકલને પગથી હેન્ડલ પર ઝટકો મારી લોક તોડી બાઈકને ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી નાસી જવાની ટેવ વાળો છે
ચોરી કરેલી બાઈકથી મિત્ર સાથે લૂંટ કરવા ગયો હતો
આરોપીની વધુ પૂછપરછ દરમિયાન જાન્યુઆરી-21માં તેના મિત્ર સંદિપ ડુંગરાણી સાથે મળી સુરત, કતારગામ પિપલ્સ ચાર રસ્તા પુલ નિચેથી એક સ્પ્લેન્ડર ચોરી કરી તે બાઈકથી કતારગામ વિહાર સોસાયટી પાસે આવેલ 'પ્રસંગ જ્વેલર્સ' નામની સોની દુકાનમાં બ્રેસલેટ જોવાના બહાને દુકાનદારને ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની કોશિષ કરી લૂંટ કરવાની કોશિષ કરતા દુકાનદારે બુમાબુમ કરતા લોકોનું ટોળું ભેગુ થઇ જતા ત્યાંથી ભાગી જઇ ચોરી કરેલ મોટર સાયકલ રસ્તામાં છોડી ટ્રકમાં બેસી રાજપીપળા ખાતે ગયેલ અને ત્યાંથી એક પેશન પ્રો ચોરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.