હુમલો:સુરતના અમરોલીમાં ઈંડાની લારી પર આવી બે ઈસમોએ મારામારી અને તોડફોડ કરી

સુરત2 વર્ષ પહેલા
ડંડાથી બે ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી. - Divya Bhaskar
ડંડાથી બે ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી.
  • મારામારી અને તોડફોડની ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં ઈંડાની લારી પર આવી બે ઈસમોએ મારામારી અને તોડફોડ કરી હતી.ને ઈંડાની લારી ચલાવતા બંને ભાઈઓને માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈંડાની લારી ચલાવતો ઇસમ અને તેનો ભાઈ ઈજાગ્રસ્ત
સુરતના અમરોલીમાં વિસ્તારમાં આવેલી પંચશીલા સોસાયટી પાસે મયુરભાઈ ટાંક ઈંડાની લારી ચલાવે છે. તેઓની લારી પર બે ઈસમો આવ્યા હતા અને જમવા માટે ઓર્ડર આપ્યો હતો. પરંતુ ઈંડાની લારી ચાલકે થોડી વાર લાગશે તેવું કહેતા બંને ઈસમો રોષે ભરાયા હતા અને મારામારી અને તોડફોડ શરુ કરી દીધી હતી. આ ઘટનામાં ઈંડાની લારી ચલાવતો ઇસમ અને તેનો ભાઈ ઈજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગાળાગાળી કરતા ઈસમો કેમેરામાં કેદ થયા.
ગાળાગાળી કરતા ઈસમો કેમેરામાં કેદ થયા.

તોડફોડ કરતા ઇસમો અને ગાળાગાળી કરતા ઈસમો વિડિયોમાં કેદ
અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. ઈંડાની લારી ચલાવતા ઇસમેં આક્ષેપ કર્યો છે કે, તેઓને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. મારામારી અને તોડફોડની ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં તોડફોડ કરતા ઇસમો અને ગાળાગાળી કરતા ઈસમો નજરે ચડે છે. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.