દુષ્કર્મ કેસ:અમરોલીમાં કૌટુંબિક બનેવીએ સાળી ઉપર બળાત્કાર ગુજાર્યો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાળીનો પતિ સાથે ઝઘડો ચાલતો હતો
  • બનેવીએ સમાધાનની જવાબદારી લીધી હતી

અમરોલીમાં કૌટુંબિક બનેવીએ સાળી પર વારંવાર બળાત્કાર ગુજારતા સાળીએ બનેવી વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાઈ જતા આરોપી નાસી ગયો છે. અમરોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં 28 વર્ષીય રંજના (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ ઉપરાંત બે સંતાન છે. પતિ રત્ન કલાકાર છે. લગ્ન ગાળો છ વર્ષનો છે.

આરોપી અરૂણ ભરત કાકડિયા ( 33) (રહે. એપ્પલ લક્ઝુરિયા, વીઆઈપી સર્કલ, મોટા વરાછા) શેરબજારને લગતું કામ કરે છે. આરોપી અરૂણ ફરિયાદી રંજનાનો કૌટુંબિક બનેવી થાય છે. છેલ્લા કેટલાક સમયથી રંજનાનું તેના પતિ સાથે ફાવતું નહતું. બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. તેથી અરૂણે રંજના અને તેના પતિ વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી લીધી હતી. રંજનાને વાત કરવા માટે અરૂણ બહાર બોલાવતો હતો. ત્યારે અરૂણે શરૂમાં સારી-સારી વાતો કરી હતી. રંજનાને વારંવાર બોલાવીને ક્યાંય પણ મળીને વાત કરતા હતા.

એક વખત હોટલમાં બોલાવી હતી. ત્યારે ધમકી આપીને રંજના સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બદનામ કરવાની ધમકી આપીને વારંવાર મળવા બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. રંજનાએ અરૂણ કાકડિયા વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આરોપી અરૂણ નાસી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...