દર્શન બાદ મોત:મહુવામાં સુરતના એક જ પરિવારની 4 મહિલાઓ સહિત 5 અંબિકા નદીમાં ડૂબ્યા, સાસુ-વહુની લાશ મળી, ત્રણની શોધખોળ

સુરત5 મહિનો પહેલા
અંબિકા નદીમાંથી બે મહિલાની લાશ મળી આવી.
  • મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ આગળ આવેલી અંબિકા નદીની ઘટના

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ આગળ આવેલી અંબિકા નદીમાં સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો ડૂબ્યા હતા. ઘટના બાદ સ્થાનિકો દ્વારા હાલ બે મહિલાની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાણીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે.

જોરાવરપીરની દરગાહ પર દર્શન કરી નદીમાં નહાવા ગયા હતા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર (ઉ.વ.36) પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય ડૂબી ગયા હતા. જાવીદશાએ સ્થાનિકોની મદદથી પાંચેયની શોધખોળ હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતા સમાજના લોકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા સમાજના લોકો દોડી આવ્યા હતા.

બેની લાશ મળી ત્રણની શોધખોળ
સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરતા હાલ બે મહિલાઓની લાશ મળી આવી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલી રહી છે. એક પરિવારના બે ભાઈઓ માતા અને પત્નીઓ દર્શન બાદ ડૂબતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

નદીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે.
નદીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે.

મૃતકના નામ

  • રૂક્ષામાલી સલીમશા ફકીર (માતા)
  • પરવીનશા જાવીદશા ફકીર (પત્ની)

ગુમ થયેલાના નામ

  • આરીકુશા સલીમશા ફકીર (નાનો ભાઈ)
  • સમીમબી આરીકુશા ફકીર (નાના ભાઈની પત્ની)
  • રૂક્ષારબી જાકુરશા ફકીર