આત્મહત્યા:અમરોલીમાં ઉછીના રૂ.30 હજાર પરત ન મળતા યુવકે ફાંસો ખાધો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક પાસેથી સુસાઇડ નોટ મળતા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
  • સુસાઇડ નોટમાં દેવાદારનું નામ અને ફોન નંબર પણ લખ્યો હતો

અમરોલીમાં ઉછીના આપેલા ૩૦ હજાર રૂપિયા પરત ન મળતા યુવકે હતાશ થઇને ફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. બે દિવસ બાદ મૃતકના ઘરમાંથી સુસાઈડ નોટ મળતા અમરોલી પોલીસે મૃતકના જેની પાસેથી નાણાં લેવાના નીકળતા હતા તેની વિરુદ્દ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર કોસાડ આવાસમાં રહેતો 35 વર્ષીય મહેન્દ્ર મોતીરામ થોરાત મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત 11મી ઓક્ટોબરના દિવસે બપોરે મહેન્દ્રે થોરાતે તેના ઘરમાં સિલિંગના હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

અમરોલી પોલીસે પહેલા અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી હતી.બીજા દિવસે ઘરમાંથી એક નોટબુકમાં સુસાઈડ નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે,‘ મેરે મોત કા જિમ્મેદાર કાશીનાથ અર્જુન ભાલેરાવ હૈ’. તેમાં કાશીનાથનો ફોન નંબર પણ લખ્યો હતો. મહેન્દ્ર અને કાશીનાથ સાથે કામ કરતા હતા. મહેન્દ્રને કાશીનાથ પાસેથી 30 હજાર રૂપિયા લેવાના હતા.

કાશીનાથ પાસે તે રૂપિયા વારંવાર માંગતા હતા પરંતુ કાશીનાથ માત્ર વાયદાઓ કરતો હતો. તેથી નાસીપાસ થઈને મહેન્દ્રએ આત્મહત્યા કરી હતી. અમરોલી પોલીસે મહેન્દ્રની માતા સાહિદાની ફરિયાદ લઈને કાશીનાથ અર્જુન ભાલેરાવ(રહે. કોસાડ આવાસ,અમરોલી) વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...