આરોપીની ધરપકડ:અમરોલીમાં શંકાશીલ પતિએ કુકર મારી પત્નીની હત્યા કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતકના ભાઇની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

અમરોલીમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી વહેમીલા સ્વભાવના પતિએ પત્નીને માથામાં કૂકર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની પર કુકરથી હુમલો કર્યા બાદ પતિ સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતા ઈજા થઈ હોવાની વાત કરી હતી. જો કે હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતા પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું.

આ ઘટના મામલે આરોપી પતિએ પોતાના રહેઠાણનું એડ્રેસ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારનું બતાવ્યું હોવાથી પુણા પોલીસ દોડી આવી હતી. બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પુણા પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને માથામાં કૂકર મારી દીધું હતું.

પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. જેમાં માથામાં કૂકર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતક 22 વર્ષીય આરતી પટેલ સૂરજ સાથે ભાગી ગઈ હતી અને છેલ્લા 6 વર્ષથી પતિ-પત્ની તરીકે બન્ને ઉત્રાણ હળપતિવાસમાં રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો.

17મી તારીખે પણ વહેમીલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી બાદમાં હત્યા કરી હતી. અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોડની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પતિ સુરજ સંતોષ પટેલ(રહે,જીતેશ્વર મહાદેવની ચાલ,હળપતિવાસ,અમરોલી)ની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...