આપઘાત:અડાજણમાં કંપનીના મેનેજરની પત્નીએ 7મા માળેથી પડતું મુક્યું

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેડરોડના યુવકે ‘મારા મોતનું કારણ મનમાં રહેશે’ લખી ફાંસો ખાધો
  • 24 કલાકમાં શહેરમાં 6 વ્યક્તિએ આપઘાત કર્યા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં 6 લોકોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. જેમાં અડાજણ વિસ્તારમાં રહેતા સીમેન્ટ કંપનીના પ્રોસેસ મેનેજરની પત્નીએ ડિપ્રેશનની બીમારીથી કંટાળી 7માં માળેથી પડતું મુકી આપઘાત કર્યો હતો. જ્યારે વેડરોડના રત્નકલાકાર યુવકે ડિપ્રેશનમાં છુ મારા મોતનું કારણ મારા મનમાં રહેશે` તેવી સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો હતો.

અડાજણ વેસ્ટન સિટીમાં રહેતા સત્યપ્રસાદ જોષી સીમેન્ટ કંપનીમાં પ્રોસેસ મેનેજર છે. તેમની પત્ની જ્યોતીબાલા(52) 12 વર્ષથી ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા.જેથી કંટાળી જ્યોતીબાલાએ 7માં માળના ટેરેસ પરથી પડતું મુકી આપઘાત કર્યો હતો. બીજા બનાવમાં વેડરોડ કુબેરપાર્કમાં રહેતા જગદીશ નાગરેકર સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમનો પુત્ર શિવમ(19) હીરાના કારખાનામાં કામ કરતો હતો. જગદીશભાઈ પત્ની સાથે અમદાવાદ મરણ પ્રસંગમાં ગયા હતા.ત્યારે શિવમે ઘરમાં ફાંસો ખાધો હતો. સ્યુસાઈડ નોટમાં તેણે `આઈ લવ માઈ મોમ એન્ડ ડેડ, આઈ લવ માઈ બ્રધર, હું ડિપ્રેશનમાં છું, મારા મોતનું કારણ મારા મનમાં રહેશે તેવું લખ્યું હતું.

ત્રીજા બનાવમાં વેસુ રાજમહેલ કોમ્પલેક્ષની સામે રત્નવિલા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા રાહુલ લૌકીક ચૌપાલ(23)એ ફોન પર પત્ની સાથે બોલાચાલી બાદ ફાંસો ખાધો હતો.

ચોથા બનાવમાં એ.કે.રોડ વિશાલ નગરની પાછળ સોમનાથ નગરમાં રહેતા અને માનસિક બીમાર બિનોદચંદ્ર આર. શેઠી(30)એ કોસાડ રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મુકી જીવન ટુકાવ્યું હતું. સ્ટેશન માસ્તરે એક વખત બિનોદચન્દ્રને બચાવ્યો હતો. પાંચમાં બનાવમાં પુણા માતૃશક્તિ સોસાયટીમાં સિલાઈના ખાતામાં રહેતા અને ત્યાં જ કામ કરતા અબ્દુલ આહદ કાદીર શેખ(27)એ ફાંસો ખાધો હતો.છઠ્ઠા બનાવમાં વરાછા ત્રિકમ નગર શ્રીજી નિવાસમાં રહેતા ચંદ્રવિરસિંહ ચૌધરી(21)એ પોતાની આઈસ્ક્રીમની દુકાનમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...