ક્રાઇમ:અડાજણમાં પ્રસંગમાં નહીં જનાર પિતાને પુત્રઅે માર માર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુટુંબના પ્રસંગમાં નહીં જનાર પિતા પર પુત્ર અને ફુવાએ હુમલો કરી ઇજા પહોંચાડવાનો બનાવ અડાજણ પોલીસમાં નોંધાયો છે. અડાજણ એસએમસી આવાસમાં રહેતા સુનિલ ગવારગુરૂ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિલ પોતાના કુટુંબમાં આવેલા કોઇ પણ પ્રસંગમાં હાજરી આપતા નથી. ગત મંગળવારે સુનિલના સાળા ઉમેશ નાયકા (રહે, ખોડીયાર મહોલ્લો અડાજણ) ને ત્યાં પ્રસંગ હતો.

આ પ્રસંગમાં સુનિલ નહીં જતા એમના દિકરા શનિ અને તેના ફુવા અને સુનિલના સાળા ઉમેશે ‘તમે કોઇ પ્રસંગમાં કેમ નથી આવતા’ કહીને સુનિલને લાકડાના ફટકા વડે માર મારી ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...