તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Adajan Of Surat, Two Bike Riders Who Were Fleeing By Grabbing A Pedestrian's Mobile Were Snatched By The People And Given Methipak In Public.

સ્નેચર ઝડપાયા:સુરતના અડાજણમાં રાહદારીનો મોબાઈલ ઝૂંટવીને ભાગતા બે બાઈક સવારને લોકોએ ઝડપી લઈને જાહેરમાં મેથીપાક આપ્યો

સુરતએક મહિનો પહેલા
બન્ને મોબાઈલ તફડાવનારાને ઝડપી પાડ્યાં હતાં.
  • પકડાયેલા બન્ને આરોપીઓ પાસેથી 10 મોબાઈલ અને બે સોનાની ચેઈન મળી

સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી નજીકથી રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ભાગતા બે બાઈક સવારને લોકોએ પકડીને મેથી પાક આપ્યો હતો. બાદમાં પોલીસ ને હવાલે કરી દીધાં હતાં. સવારના સમયે બનેલી ઘટના બાદ લોકોના હાથે ઝડપાયેલાં મોબાઈલ ચોર બાઇક સવાર પાસેથી 10 મોબાઇલ અને બે સોનાની ચેઇન મળી આવી હતી. અડાજણ પોલીસે બન્નેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મોબાઈલ તફડાવનાર પાસેથી અન્ય મોબાઈલ અને ચેન પણ મળી આવ્યાં હતાં.
મોબાઈલ તફડાવનાર પાસેથી અન્ય મોબાઈલ અને ચેન પણ મળી આવ્યાં હતાં.

રાહદારીઓએ બૂમો પાડી ચોરને ઝડપ્યાં
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આજે સવારે એસ્સાર કંપનીમાં કામ કરતા એક કર્મચારી મોબાઇલ પર વાત કરતા કરતા જઇ રહ્યા હતા. ત્યારે ગૌરવ પથ રોડ નક્ષત્ર ફ્લેટ નજીક બાઇક સવાર બે યુવાનો એ રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ભાગી ગયાં હતાં. જેને લઈ રાહદારી એ ચોર ચોરની બુમો પાડી દોડી ને પકડવાનો પ્રયાસ કરતા લોકો ભેગા થઈ ગયાં હતાં બાઇક સવાર બન્નેને પકડીને જાહેરમાં જ ફટકાર્યાં હતાં.

લોકોએ મોબાઈલ તફડાવનારાને માર મારી પોલીસ હવાલે કર્યાં હતાં.
લોકોએ મોબાઈલ તફડાવનારાને માર મારી પોલીસ હવાલે કર્યાં હતાં.

બન્ને પાસેથી 10 મોબાઈલ અને ચેઈન મળી
લોકોના માર અને ગુસ્સાથી ગભરાય ગયેલા બન્ને બાઇક સવાર ચોરો એ તાત્કાલિક ખિસ્સાથી 10 મોબાઈલ અને બે સોનાની ચેઇન કાઢીને બહાર મૂકી દીધી હતી. જેને લઈ લોકોમાં વધુ ગુસ્સો જોવા મળ્યો હતો. વારંવાર પૂછતાં બન્ને ચોરોએ વહેલી સવારથી અનેક લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા બન્નેને અડાજણ પોલીસને સોંપી દેવાયા હતા. છેલ્લા એક બે વર્ષથી ગૌરવ પથ રોડ પર રાહદારીઓના મોબાઈલ ઝૂંટવવાના અને ગળામાંથી સોનાની ચેઇન તોડવાના કેસ વધી રહ્યાં છે. હાલ બે પકડાયા બાદ આખી ગેંગ હાથમાં આવી શકે તેમ હોવાનું કહેવાઈ રહ્યું છે.