મામલો બિચક્યો:અડાજણમાં તબીબ સહિત ચારે લક્ઝરી ચાલકની આંખ ફોડી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય સર્કલ પર ઉતારી દેતાં મામલો બિચક્યો
  • ​​​​​​​તબીબ અને 4 સાગરિતો ​​​​​​​ભાગી​​​​​​​ છૂટ્યા, ગુનો દાખલ

અડાજણ સરદાર બ્રીજ નીચે સ્વામીનારાયણ મંદિર પાસે 28મીએ મોડીરાતે ડોકટર સહિત 4 યુવકોએ લકઝરી બસના ચાલકને ઢોર માર મારી આંખ ફોડી નાખી હતી. પાલના ડોક્ટર અંકુર પ્રજાપતિની માતાએ જે સર્કલ પર ઉતરવાનું હતું તેને બદલે અન્ય સર્કલ પર ઉતારતા ચાલક વર્ધા લક્ષ્મણ રાજપૂત (31)સાથે પહેલા ડોકટરની માથાકૂટ થઈ હતી. થોડીવારમાં તેના 3 સાગરિતોએ ચાલક બસ પાર્ક કરી સૂતો હતો ત્યારે તેને ડિકીમાંથી લોંખડનું પાનું કાઢી આંખ અને માથામાં મારી દીધું હતું.

એટલું જ નહિ ચાલકને અન્ય લોકોએ પણ માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ચાલકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનામાં અડાજણ પોલીસે બસના ચાલક વર્ધાની ફરિયાદ લઈ ડોકટર અંકુર મનસુખ પ્રજાપતિ (32) (રહે, પિરામીડ પ્લેટીના, પાલ) અને અન્ય 3 સાગરિતો સામે મારામારીનો ગુનો નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે બસની અંદર લાગેલા સીસીટીવી મળ્યા છે. આ ગુનામાં આઈપીસીની કલમ 326 ઉમેરી છે. હાલમાં ડોકટર અને તેના 3 સાગરિતો ફરાર છે. અંકુર પ્રજાપતિની અડાજણ ગેસ સર્કલ પાસે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને તેના પિતા પણ ડોકટર છે. આ ઘટનામાં લક્ઝરી બસના ચાલકની એક આંખ ફૂટી જતા હવે તેમને માટે પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. કેમ કે ચાલકને ચાર દીકરીઓ છે અને તેમના પર જ આખા ઘરનું ગુજરાન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...