તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના અડાજણ વિસ્તારમાં ઘટાદાર ઝાડ તૂટી પડ્યું, રસ્તો બ્લોક થયો, ફાયરબ્રિગેડે ઝાડ હટાવવાની કામગીરી આદરી

સુરત2 મહિનો પહેલા
ઝાડ રસ્તા પર પડતાં એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી. - Divya Bhaskar
ઝાડ રસ્તા પર પડતાં એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી.
 • મોડીરાત્રે ઝાડ પડ્યું હોવાથી જાનહાનિ ટળી

શહેરના અડાજણ વિસ્તારમાં ઘટાદાર ઝાડ તૂટી પડે છે. રસ્તા પર ઝાડ તૂટી પડીને પડતાં રસ્તો બ્લોક થઈ જાય છે. રાત્રિના સમયે ઝાડ થડમાંથી પડી ગયું હોવાથી રસ્તો બંધ થઈ ગયો હોય છે. જેથી સ્થાનિક લોકોએ ઝાડ તૂટી પડવા અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હોય છે. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. સદનસીબે તોતિંગ ઝાડ તૂટી પડ્યું ત્યારે નીચે કોઈ ન હોવાથી ઈજા જાનહાનિ ટળી છે. ચોમાસાની ઋતુ વિતી ગયા બાદ શિયાળામાં ઝાડ તૂટી પડતાં સ્થાનિકોમાં પણ સવાલો ઉભા થયો છે.

રસ્તા પર પડેલા ઝાડને દૂર કરવા માટે ફાયરબ્રિગેડે કામ શરૂ કર્યું હતું.
રસ્તા પર પડેલા ઝાડને દૂર કરવા માટે ફાયરબ્રિગેડે કામ શરૂ કર્યું હતું.

ઝાડ થડમાંથી તૂટી પડ્યું
અડાજણ વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર ઝાડ પડવાની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે એક ઝાડ તૂટી પડ્યું હોય છે. ઘેઘૂર અને ઘટાદાર ઝાડ તૂટીને રસ્તા પર પડતાં રસ્તો બ્લોક થઈ જાય છે. ઝાડ થડમાંથી જ તૂટીને રસ્તા પર આડું પડી ગયું હતું. જો કે સદનસીબે કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી.

રાત્રિના સમયે ઝાડ પડ્યું હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.
રાત્રિના સમયે ઝાડ પડ્યું હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.

રસ્તો બંધ કરીને ઝાડ હટાવાયું
એલપી સવાણી રોડનો એક સાઈડનો રસ્તો ઝાડ આડું પડી જતાં બંધ થઈ ગયો હતો. બાદમાં ફાયરબ્રિગેડને જાણકારી મળતાં જ લાશકરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઝાડના લાકડા કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો