કાર્યવાહી:અડાજણમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું, ચાર ઝડપાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાજણમાં આયુર્વેદિક મસાજ સ્પાની આડમાં લોહીનો વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે યોગેશ્વર કોમ્પલેક્સના પહેલા માળે તપાસ કરી હતી. જેમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો ધમધમી રહયો હતો. પોલીસે લલના સાથે રંગરેલિયાં મનાવતા ગ્રાહકોને પકડી પાડયા હતા. મસાજના નામે ગ્રાહકો પાસેથી 1500થી 2000 કાઉન્ટર પર લેવાતા પછી લલના એક્સ્ટ્રા સર્વિસ કે ફુલ સર્વિસ કે હાફ સર્વિસના નામે રૂપિયા પડાવતી. સ્પાનાં સીસીટીવી થી આવનાર પર નજર રખાતી. પોલીસે ગ્રાહક બનીને રેડ પાડી હતી.

પોલીસે કુટણખાનાના માલિક અમિત શાઉ મેનેજર , સપન માહિતે , લલના સપ્લાય કરનાર બસાક બૈધનાથ અને શકીલ મોહંમદને પકડી લીધા હતા. જયારે સ્પામાં ભાગીદાર કિશન રાજુ ભરવાડને વોન્ટેડ બતાવ્યો છે. સ્પામાં કોન્ડોમ, મોબાઇલ અને રોકડ સહિત 23300નો મુદામાલ કબજે કર્યો છે. સ્પામાં કોલકત્તાની 3 લલનાઓ પકડાય છે. જેને પોલીસે સાક્ષી બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...