ક્રાઇમ:અડાજણમાં 2 સ્નેચર વૃદ્ધના ગળામાંથી ચેઈન તોડી ફરાર

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટની ઘટનાથી વૃદ્ધની તબિયત બગડી
  • વૃદ્ધે 10 દિવસ બાદ ફરિયાદ નોંધાવી​​​​​​​

અડાજણમાં શાકભાજી લઈ ઘરે ચાલતી જતી વૃદ્વના ગળામાંથી સોનાની ચેઈન તોડી 2 બદમાશો બાઇક પર ફરાર થયા છે. સોનાની ચેઈન જવાને કારણે વૃદ્વાને આઘાત લાગ્યો હતો. જેના કારણે વૃદ્વાનો ગળાનો અવાજ પણ બેસી ગયો અને તબિયત પણ બગડી હતી.

આ ઘટના 25મી ફેબુઆરીએ સવારે 11 વાગ્યે અડાજણ પાલનપુર કેનાલ રોડ પર ટી સેન્ટર પાસે બની હતી. અડાજણમાં કાસાકીંગ સોસાયટીમાં રહેતી 62 વર્ષીય ગૌરીબેન વિનોદભાઈ હરસોરા શાકભાજી લેવા માટે નીકળી હતી. શાકભાજી લઈ પરત ઘરે આવતી રહી હતી તે સમયે રસ્તામાં 2 ચેઇન સ્નેચરોએ પાછળથી બાઇક લઈને આવ્યા હતા. અને વૃદ્ધાના ગળામાંથી 25 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા. ઘટના બાદ વૃદ્ધને આઘાત લાગતા ગળાનો અવાજ બેસી ગયો હતો તેમજ તબિયત પણ બગડી ગઈ હતી. વૃદ્વાએ અડાજણ પોલીસમાં 10 દિવસ પછી ફરિયાદ આપી છે. જેના આધારે ચેઇન સ્નેચીંગનો ગુનો નોંધી આજુબાજુના સીસીટીવી ફૂટેજ આધારે બન્ને બદમાશોને શોધવા માટે કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...