ક્રાઇમ:અડાજણમાં 2 મજૂરે ચોરીના વહેમમાં આઘેડની હત્યા કરી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિના પહેલા જ ઈલેક્ટ્રીક બસ ડેપોમાં ચોરી થઈ હતી,1 પકડાયો, બીજો ફરાર

અડાજણ પાલનપોર કેનાલ રોડ પર નવા બંધાતા બીઆરટીએસ ઇલેકટ્રીક બસ ડેપો પાસે 10મી તારીખે ઈજા પામેલી હાલતમાં 57 વર્ષીય આધેડ મળી આવ્યો હતો. આથી બીઆરટીએસના સુપરવાઇઝરે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ લઈ ગયા હતા.જયાં 2 કલાકમાં તેનું મોત થયું હતું.

આ ઘટનામાં પીએમ રિપોર્ટ આધારે આધેડની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મૃતક ધનસુખ મણીલાલ નાયકા(57)ને માથામાં ઈજાના 2 થી 3 ઘા માર્યો હતા. આ ઘટનામાં અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે હત્યારા પૈકી એક હત્યારા કિરીટ ધુલીયા ધાણક(35)ને દબોચી લીધો છે. મહિના પહેલા ઇલેકટ્રીક બસ ડેપોમાંથી ચોરી થઈ હતી. જેમાં મૃતક અને તેના એક મિત્ર લાલા પર ચોરીની શંકા હતી. જે તે વખતે મૃતકનો મિત્ર હત્યારાના હાથમાં આવી ગયો હતો. આખો દિવસ તેની પાસે કામ કરાવી તેની સાઈકલ લઈ તેને છોડી મૂક્યો હતો.

10મીએ મૃતક અને તેનો મિત્ર પાછા ઈલેક્ટ્રીક બસ ડેપો પાસે ઊભા હતા. તે વખતે બન્ને હત્યારાઓએ ચોરી શંકા બાબતે મૃતકની સાથે માથાકૂટ કરી હતી. જેમાં બન્ને મજૂરોએ ધનસુખ નાયકા સાથે ઝઘડો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં બન્ને મજૂરો ભાગી ગયા હતા. બન્ને મજૂરો છોટા ઉદયપુરના વતની છે, હાલમાં એક પોલીસના હાથમાં આવી ગયો છે જયારે બીજો બહાદૂર ભાગી જતા પોલીસે તેને શોધવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...