ધરપકડ:અડાજણમાં 12 %ની લાલચ આપી રૂ. 58 લાખની ઠગાઇ, ઠગ ટોળકીના એકને પોલીસે ઝડપી પાડ્યો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત, રાજસ્થાન,MPના હજારો સાથે ચીટિંગ

અડાજણ પાલ ગૌરવ પથ રોડ પર ભાડેની ઓફિસ ખોલી ઠગ ટોળકીએ લોભામણી સ્કીમમાં નાણા રોકાણ કરાવી 12 ટકા કમિશનની લાલચ આપી 58.58 લાખની ચીટીંગ કરી ફરાર થયા છે. આ ટોળકીનો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સુરત રહેતા હજારો લોકો ભોગ બન્યા છે. અડાજણમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી બિંદીબેને ફરિયાદ આપતા પાલ પોલીસે વાયુ નેચર એગ્રો એન્ડ વેલનેસ એલએલપીના ભાગીદાર યતિન રમેશચંદ્ર દેસાઈ(રહે,શ્રીપદ સીઝન,ગૌરવ પથ રોડ,અડાજણ), લતા મુકેશ મિસ્ત્રી, સ્મીત મુકેશ મિસ્ત્રી અને રાજેશ પાનસુરીયા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

હાલમાં પોલીસે સ્મીત મિસ્ત્રીને પોલીસે દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું કે લેભાગુ કંપનીના ડાયરેકટરે લોભામણી સ્કીમોમાં લોકોને નાણા રોકાણ કરાવી 12 ટકા કમિશન આપવાની વાત કરી હતી. એટલું જ નહિ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી ઠગ ટોળકીએ કોસ્ટમેટીક, હોમ કેર, વેલનેસ વગેરે પ્રોડકટો આપવાનો વાયદો કરી બાદમાં તેમાંથી પણ હાથ ઊંચા કરી દીધા હતા અને ભાડેની ઓફિસ બંધ કરી ભાગી ગયા હતા. પકડાયેલો સ્મીત મિસ્ત્રી કંપનીનો વહીવટ કામકાજ અને રાજેશ પાનસુરીયા કંપનીનો પ્રોડકટ મેનેજર અને માર્કેટીંગનું કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...