મહિધરપુરાનો લિસ્ટેડ બુટલેગર રાજુ પંડિત લાજપોર જેલમાં બંધ હોવા છતાં સાગરિત પપૈયાની સાથે ભાગીદારમાં વરલી મટકા જુગારનો અડ્ડો મહિધરપુરા પોલીસની હદમાં ચલાવતો હતો. આ જુગારની બાતમી ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમને માહિતી મળી હતી.
જેના આધારે શુકવારે બપોરે જુગારના અડ્ડા પર રેડ પાડી 7 જુગારીઓને રોકડ રકમ, મોબાઇલ, 2 રિક્ષા સાથે પકડી પાડી 1.32 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જયારે વરલી મટકાનો જુગાર ચલાવતા રાજુ પંડિત, જુગાર ચલાવનાર રાજુ પંડિતનો ભાગીદાર પપૈયા સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે.
પુણા પોલીસના દારૂના ગુનામાં રાજુ પંડિત લાજપોર જેલ છે. જેલમાં હોવા છતાં રાજુ તેના માણસ પપૈયા સાથે ભાગીદારીમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અગાઉ વિજીલન્સે 26મી તારીખે સરથાણા પોલીસની હદમાં પણ લસકાણા નવા ફળિયામાં એક મકાનમાં ચકલી-પોપટના સ્ટીકર પર જુગાર રમાડતા 10 જુગારીઓને 57 હજારની મતા સાથે પકડી પાડયા હતા.
જયારે ચીખલીનો સુરજ રાજપૂત, કૌશિક ઉર્ફે પુંગી પટેલ અને હાર્દિક મકવાણા જુગારનો અડ્ડો ચલાવતા હતા. ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. પતરાના શેડમાં ત્રણેય સૂત્રધારો ખુલ્લેઆમ જુગાર રમાડતા હતા.
રિક્ષામાં આંકડા લખવા 2 શખ્સને રાખ્યા હતા
વરલી મટકાનો આંકડો લખવા માટે રિક્ષામાં સરવર સિદ્દીક શેખ અને અયુબ કરીમ શેખ રાઈટર તરીકે કામ કરતા હતા, જયારે નીતીન ભામોરે અને અનીલ પરમાર રિક્ષાચાલક છે. જો કે, પુણા પોલીસના દારૂના ગુનામાં રાજુ પંડિત લાજપોર જેલ છે. છતાં તે તેના ભાગીદાર સાથે જુગારી અડ્ડો ચલાવી રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.