સુરતમાં ભૂતકાળમાં હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલની અંદર મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં ફાયર વિભાગના અધિકારીઓ આગ લાગે ત્યારે કેવી કામગીરી કરે છે. તેમજ હોસ્પિટલના સ્ટાફ અને લોકોએ શું, શું તકેદારીઓ રાખવી તેનું ડેમોસ્ટ્રેશન કરી માહિતી આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં યોજાઇ ફાયરની મોકડ્રીલ
સુરત શહેરમાં ભૂતકાળમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. ત્યારે આવી ઘટનાઓમાં જાનહાની ન થાય તે માટે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલની અંદર મોકડ્રીલનું આયોજન કરાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં ફાયર વિભાગની ટીમે આગ તેમજ બચાવ કામગીરી/મીન્સ ઓફ એસ્કેપ /ફાયર એક્સ્ટીગ્યુશર ઓપરેટ /સંકટ સમયે બહાર નીકળવાનો રસ્તાનો ઉપયોગ/બિલ્ડીગ તેમજ હોસ્પિટલની હયાત એક્ટીવ/પેસીવ ફાયર સિસ્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો વિગેરે બાબતે ડેમોસ્ટ્રેશન મોકડ્રિલનુ આયોજન કર્યું હતું.
ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલીમ અપાય
ફાયર વિભાગની આ મોકડ્રીલમાં ડીવીઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત, સબ ફાયર ઓફિસર બલવંત સિહ, મહેશ પટેલ, રમેશ સેલર યશ મોડ, તેમજ ફાયર ક્રુ મેમ્બર સહિતનો સ્ટાફ જોડાયો હતો. અને ફાયરના ઓફિસર દ્બારા હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સહીતની ટીમને આગ લાગે ત્યારે શું તકેદારીઓ રાખવી કેવી કામગીરી કરવી સહિતની માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગની ઘટનામાં સ્ટાફની જાગૃતિ લાવવા પ્રયાસ
ડીવીઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂતએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો આગની ઘટના બને તો ફાયર વિભાગની ટીમ દ્વારા કેવી કામગીરી કરવી તેમજ હોસ્પિટલના સ્ટાફને કેવી કેવી તકેદારીઓ રાખવી તે અંગેની માહિતી મોકડ્રીલ કરીને આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.